Friday, November 27, 2009

**માધ્યમ**

કોઇ માધ્યમ ક્યાં જોઈયે છે તને.........!
કોઇ માધ્યમ ની ક્યાં જરુર છે તને.........!

હવાની જેમ વળગે છે મને ,
ખુલ્લી બારીમાંથી ઠંડા વાયરા જેવો ,
બરફ્ની જેમ ખુંચે છે મને.........!

ગેરહાજરી છતાં હાજરી જણાય છે મને ,
શ્વાસ ગુંગળાય તેમ વિંટળાય છે મને .
કોઇ વાર ફુલો ની જેમ મોહરે છે મને ,

ટહુકાની જેમ ટહુકીને પલ્લવિત કરે છે મને ,
પણ...........
આટઆટલી વસન્ત મ્હોરી છે મને
પણ્ ,
પતન્ગીયાની જેમ ક્યાં ફરકે છે મારી કને ?

**બ્રિન્દા**
**સ્વયંમ**
સ્વયંમની કિતાબમાં મનનું પાનું એક રાખ ,
ખુદની આંખમાં જોઇ ધાર્યું કરવાની ટેક રાખ ,
જ્યારે પણ એ પળ આવે યાદ ,
તેમા ખોવાઈ જવાનું રાખ !

આયનામાં જોવે જ્યારે ખુદને
તેમાં ક્યારેય પસ્તાવો ના રાખ્,
સ્વયંમની કિતાબ ખુલ્લી કરતાં,
તારી પોતાની એક પંક્તિ અળગી રાખ !

સ્વયંમ ઈશ્વરે બનાવ્યો તને ,
પ્રેમ આપવા, પ્રેમ કરવા ,
તેમાંથી છટકવાનું ન રાખ ,
જ્યારે આવ્યાજ છીયે આ જગમાં ,
તો "અસ્તિત્વ" કબુલ કરવાનું રાખ !!

**બ્રિન્દા**