Sunday, March 21, 2010

રીત

કદાચ એ સોહામણી ઘડી હશે ને સોનેરી દિન,
ભાષા પણ એક હશે બોલકી ને એક હશે મુંગી,

કદાચ એક આંખ બન્ધ હશે ,ને એક હશે ખુલ્લિ,,
દિલ પણ હશે એક તાલમાં બંધ ને,એક તાલે હશે ગતિ,,

કદાચ પાછલા સપનાઓની હશે કોઇ ખુટતી કડી,,
સ્મૃતી પણ ચુકી હશે તેની ગતિ ને તારી તો વળી અતિગતિ ,,

કદાચ ચાલતા ચાલતા તું રોકાયો હશે ,ને હું ગઇ હોઇશ સરી,,
ઘડી પણ અટકી હશે એક ઘડી ,ને દ્રષ્ટિ પણ થંભી હશે એજ ઘડી ,,

કદાચ દુનિયા તારી રચાઈ હશે ,ને સચ્ચાઈ ને વરી હશે ખરી ,,
તારી પ્રિત ના જાણૅ રીત , પણ પ્રિત જ હશે આપણી ખરી રીત....!!

**બ્રિન્દા**