Tuesday, August 24, 2010

Intellectual talk તારી તને બહું ગમે!
મને તો ફાલતું વાતો વ્હાલી લાગે.....

Royal Manners થી ભરેલા behaviorમાં તું રોજ રમે!
મને તો મારી અનાડી અદા મારી પોતાની લાગે......

Antiquateનાં આટાપાટામાં તું discipline ગોતે!
ને મને તો મારી અટ્ટપટ્ટી સારણી બહું સોરવે.......

Knowledgeનાં સાગરમાં તું કેટકેટલાં હલ્લેસાં મારે?!!
ને મને તો સાગર કિનારે આળોટવું ગમે.....

Time is Money કહી money પાછળ બહું પડે!
ને મને તો "Time is mine" ને
" Mines are my time" એવું કેમ લાગે?

હું ને તું આમ તો સાવ અડોઅડ!
પણ તું મને ક્ષિતિજ સમ કેમ લાગે?

**બ્રિંદા**

Wednesday, August 18, 2010

ઓ પિયા !
મારા શબ્દો જ મને ક્યારેક છેતરે વળી, તને શું કહું?
મારાં ટેરવાં ને આંખને હું વિશ્વાસું માનું, સાચું?

મારાં ટેરવાં તને,જેવો છે તું તેવો જ સ્પંદે , શું કહું?
મારી આંખ કાયમ મારાં માહ્યલાને તારામાં ગોતે, એજ સાચું.

શબ્દો તો કાયમ શોભાનાં પુતળાં જ હોય છે, શું કહું?
જાણે શણગારેલાં ને હારતોરા કરેલા, સાચું?

ઓ પિયા!!
નજર ને શ્વાસની આપલેની ભાષા અનેરી, શું કહું?
જે મુંગા મુંગા આપણાં અનોખા જગને જીતે,તુ કહે સાચું?

ઓ પિયા!
મારાં ટેરવાં ને આંખ તને કાયમ ઝંખે! તને શું કહું?
**બ્રિંદા**
ઍક સાંજ તારે ને મારે નામ કર તું અમસ્તીજ,
માંગીતી મે જે હરદમ મારા હર દમથી બસ એમજ,

તું પણ એજ હોઇશ ને, તારી પાસે હું પણ એજ,
પણ સાંજનાં સોનેરી તડકામાં આપણે ઢળશું સહેજ,

તું મને કહેજે વાતો કારણ વગરની ખૂબ જ,
ને હું પણ તારામાં ભળીશ જાણે સાંજ ભળે રાતમાં એમ જ,

ઘરનાં આગળના વ્હાલનાં દરિયામાં એમ પણ હશે જ,
પાર વગરનાં લાગણીનાં માછલાં સાચ્ચે જ,

નહીંતર તું ને હું નહાઈએ ક્યાંથી ઉછળતાં મોજામાં એમ જ,
એક સાંજ તું આપ મને આજ મારે નામ સાચે સાચ જ!!

**બ્રિંદા**