Tuesday, March 31, 2009

ચમકતો ચાંદો તે કાન્હા,
ને વિટળાતી વાદળી તે રાધા...
રુમઝુમતી ધરા તે કાન્હા,
ને તેમાં ઝુંલતા ફુલ તે રાધા....

વેગીલો વાયુ તે કાન્હા,
ને તેમાં ઝુમતી નદી તે રાધા.... એક અનન્ત સપનુ તે કાન્હા,
ને યુગ યુગ ની પ્રિત તે રાધા....****
**બ્રિન્દા**



Wednesday, March 25, 2009

ઘાવ પડેલા છે હ્રદય માં ઍટલાં,
કે હવે હ્રદય પણ હ્રદય છે તે વરતાતું નથી,

પાટાપીંન્ડી અને સાંન્ધાઓ તો કેટલાં,
કે હવે હ્રદય છે કે ઈજિપ્ત નું મમી સમજાતું નથી.

મારા મનની આ પાર,
તારા મનની પેલી પાર,
મારું મન દુનિયાની અલગ પાર,
જાણે સાતમાં આસમાનની પેલી પાર,
વચ્ચે હું આ દુનિયાની પણ,
જાણે આ દુનિયાની હું પેલે પાર,
અવાજ ,ભાષા,સંકેતની પાર
છત્તા આ દુનિયાની પેલે પાર,
રહેવું નથી આ ભીડની પાસ,
મારેતો જાવું છે સાત સમંદરની પેલે પાર.*************
**બ્રિન્દા****

પ્રેમ ક્યારે આપશો??
પ્રેમ ક્યારે દર્શાવશો??
પ્રેમ માપીને આપો છો,,
પ્રેમ તોળીને આપો છો,,

ફરી ક્યારે મળીશું??
તમને નહીં તો બીજા કોઇને મળી જઈશું,
તમારીને મારી મુલાકાત .
આમ તો અણધારી જ છે!!

મળ્યાં છીઍ તો મળી લઈયે,
આજે નહી તો પછી ક્યારે મળીશું??
છુટ્ટા પડીને જો ખોવાઈ જાશું
તો પછી ,"બીજામાં એકબીજાને ગોત્યા કરીશૂં!!"'..
**બ્રિન્દા****

radha,

જરા અમ્થા સ્પર્શ ના પડઘા પડયા અનેક..,
તણખાં ઝર્યા અનેક,,,
જાણે વિજળી પડી મધુવન માં..,

રાધા ને ભણકારા વાગ્યા..,પણ,
મોહન તો ગોપિ સંગ રાસ રચે..,
રાધા વિશ્વાસ ના ફુલોની માળા ગુંથે..,
મોહન તો જગતભર નાં ભોગમાં રાચે..,

જાણે વિજળી વેરણ બની મધુવન માં,

Sunday, March 22, 2009

એક તાલી દે ને' બીજો હાથ તે લેવા તત્પર,,
એક નું હાસ્ય ને બીજો અટ્ટહાસ્ય કરાવવા આતુર,

એક અશ્રુ ટપકે અને બીજો સહારો થવા નમે,
એક આંખ હસે અને બીજી બે ચમકવા ચાતક,

એક અડધુ વાક્ય અને બીજો પુર્ણવીરામ બનવા ચાહક.
એક નો મૌન સંવાદ બીજાને કાનમાં બને સંવેદનાં,

એક આપે ટીંપું તેનો બીજો બનાવે દરીયો,
એક્મેકના સહારે બંન્ને ખેડી નાખે જીંદગી.,

એક્નો ઈશારો અડધો બીજાનો આખો સહારો,
એકનું સપનું તે સપનું,, તેને બીજો બનાવે સાચુકલું !!****

                        * બ્રિન્દા**

ઓહોહો... આજે મેથ્સનુ પેપર છે...ઓહોહો..... {આજે ભલભલાની ચટણી....વાહ રે વાહ} આજે દરવાજે લાંબી લાઈન........ઓહોહો {આજે આઈએમપી પેપરની લાણી...વાહ્હરે વાહ} આજે ઘરના ને સ્ટુડંટ ના બી પી ની વધઘટ ..ઓહોહો.. {આજે પાસ ની ખાતરી સામે "બેલેન્સ"ની વધાવધ...વાહ રે વાહ્,,} આજે જશે વિના બન્ધુકે બોર્ડેર્{સોરી}બોર્ડ ની સરહદે..ઓહોહો.. {બોફર્સની જેમ લડ્યા વિના વચેટિયા કમાશે...વાહ રે વાહ્,,,} આજે તો..મેથ્સનું ............... આજે ભરીલો પાને પાના ભરીલો...ઑહોહો... {આજે કરીલો વસુલ કરીલો..ખિસા ભરીલો....વાહ રે વાહ...} આજે માબાપ ના "સેલ્ફ ફઈનાન્સ" થયા તમામ..ઓહોહોહ્.. {આજે "સેલ્ફ ફાઈનાન્સ " ના કામ ન્યાલ થયા તમામ...વાહ રે વાહ્..} આજે મેથ્સ નુ ...............ઑઑઑઑહોહોહોહો,,,,, "{ ઊપરર્ની રચના વાંચી પાઘડી ન પહેરવી. પણ જો તમને "ફીટ" થતી હોય તો પાઘડી પહેરવાની મારા તરફથી છુટ છે...} દોસ્તો!! પી.સી.;;;; મારે પણ મેથ્સ નું પેપર હતું..એક વાર.... મને આંનંદ છે મે વર્ષો પહેલાં આપી દિધું...એક વાર્... **બ્રિન્દા****

Sunday, March 15, 2009

મોહન,મારા મન ની વાત કોને કહું?
તને ન કહું તો કોને કહું??
મોહન,મનને તારી લગન લાગી,
મને આ વાત વ્હાલી લાગી,

મોહન્ મન તો ખાલીખમ્મ હતું,
મન હવે છલ્લોછલ બન્યું,
મોહન,મારા મન ની વાત તને કરું?
તને ન કરૂં તો કોને કરું??

મોહન,તારી વાત તું જાણે ,
પણ મારી વાત તને કરું............
મોહન, તને તો દુનિયાદારી નો સાથ્,
અને અનેક નો વળગાડ.,

મોહન,તારી વાત તુ જાણે,
પણ મારા મન ની વાત તને કરું,,

મોહન્,,તને નહિ પુછું તારી હા કે ના?
તારા મન ની વાત,તારા મન ને કહેજે,
તારી વાત તુ જાણે,,હું તને ન કહું તો કોને કહું..??

બ્રિન્દા..****
સવાર્,
ચાની તપેલી,ગરણી કે દુધ,
આટલુ મુલ્ય છે મારું ?
*** કે પછી..
સવારનું સ્વપ્ન,સોનેરી કીરણ અને
આંખો માં ભીની મસ્તી,
***આટલુ મુલ્ય છે મારું?

બપોર,
ગેસ,ટેબલ નું પોતું અને સુકાયેલા કપડાં.
આટલું મુલ્ય છે મારું?
***કે પછી..
બપોર ની ઝપકી અને ગલિપચી,
કે પછી સંતોષ ની આશ્..
આટલું મુલ્ય છે મારું?

રાત,
બાળકો નુ ભણતર અને મોટાઓ નું ગણતર..,
દરેક વાતનાં ખુલાસા અને નીસાશા..,
આટલું મુલ્ છે મારું?
*** કે પછી..,
મોગરા ની વેણી,સોફ્ટ મુઝિક્.
સોફ્ટ લાઈટ,સોફ્ટ વોઈસ,
આટલું મુલ્ય છે મારું?
              બ્રિન્દા****


એક સાદી,સીધી, સુંદર છબી મારી,
જાણે એક સ્ટુડીયો માં રાખેલી છબી મારી,

ચારે બાજું કડક ફ્રેમની સીમા દોરેલી,
આગળ કાચની પારદર્શક દીવાલ કરેલી.,
સુરેખ ,જરુરી,મર્યાદીત હાસ્ય થી મઢેલી.,
સંકોચ ,શરમ, મર્યાદા નજરમાં ભરેલી.,

એક સીધી સાદી સુન્દર જિન્દગી મારી..,
જાણે એક ફ્રેમમાં કરેલી કેદ જિન્દગી મારી,
                                                         બ્રિન્દા..****
સંબંધો તારા ને મારા..,
સંબંધો મારા ને તારા...
અવકાશ જેવા લાગે છે..,

ક્યારેક અજવાળું તો..,
ક્યારેક અંધારું...,
રુપાળા ચાંદા સાથે..,
ક્યારેક તારા ઓ..
રુપકડી આકાશ ગંગા સાથે..,
ઝગમગતી નાવડી ઓ..,
સુરજ ન તાપ છતાં..,
ક્યારેક કાળી વાદળી વરસે છે..

કાળી વાદળીઓ ને'ઘોર અંધારું છતાં...,
ક્યારેક શિતળ વરસાદ વરસે છે,,....,

સંબધોં તારા ને મારા 
એક અવકાશ જેવા છત્તા..,
એક " અવકાશ"{સંભાવના}ને અવકાસ જેવા લાગે છે,,

                                       બ્રિન્દા..****

Monday, March 9, 2009

જેમ આવી હતી,તેમ ચાલી જઈશ, તને યાદ પણ ના આવું, તેમ તું મને ભુલી જઈશ, ધુપસળીની જેમ હવામાં ભળી જઈશ, પહેલા વરસાદની જેમ માટીમાં ભળી જઈશ, સ્વાસમાં અંદર તારી સ્વાસ બની જઈશ, જીંદગી આપી તને તારી જીંદગી બની જઈશ, જેમ આવી હતી તેમ દુઉઉઉઉઉઉઉઉઉઉઉર ચાલી જઈશ્..... બ્રિન્દા****

Sunday, March 8, 2009

saajan

ના કહેવી છે ના..,,ના..,
એ ભીની સાંજના સથવારા ને..,
કહેવાની છે ના,,ના,,.
એ સજિલા સાજન ને,
એ હ્ર્દય ના કંપન ને,
ઍ મોજીલા સ્પંદનને ,
મારા ગમતા ગીત ને,
કહેવાની છે ના...ના,,
કે,,,,તું આવતો નહીં,,
મને મુંજવતો નહી,
મારી સાથે બોલતો નહીં,
મને બહેલવતો નહી,
તને કહેવા ની છે,ના...ના..,

પણ...,,
હા..કહેવી છે ,હા...,હા..,
એ મારા મોજિલા સાજન ને 
મારા સાંજ નાં સથવરા ને..,
મારે કહેવી છે,,હા...હા..રે,,હા..

તું બોલવે તો દોડતી આવું,,
બપોર થી હું સજતી આવું,
તું ભલે મને મુંજવે કે પજવે..
મને સતવતો રહે..
તને કહેવા ની છે હા,,રે..હા..

        .બ્રિન્દા..****

PREM

prem

ખળખળ વહેતી....
એક લહેર છે..,લહેર માં વહેવાનું.,
લહેર કીનારા ને અડશે,
લહેર હવા સાથે રમશે,
લહેર તડકા ના તારાઓને વહેંચશે..,
લહેર., તારા પ્રેમ ની લહેર.......

લહેર મનના દરેક કિનારાને ભરશે..,
લહેર મનનાં સપના સાથે રમશે..,
લહેર મનનાં તારલીયાઓને રંગશે...,
લહેર્.. તારા પ્રેમ ની લહેર..,

કુણી,નાજુક,લીસ્સી,આ લહેર..,
પળ, ઘડી,કલાક પછી હવે આ લહેર્,
બની રહી છે,એક ઊછળતું,ઘુંઘવાતું મોજું,
તારા પ્રેમનું ગુચવાતું,ધુંધવાતુ મોજું,,

આ મોજું જાણે કિનારાઓને તોડશે,
આ મોજું જાણે હવાઓને ઝકજોરશે.,
આ મોજું જાણે સુરજ ને ઢાંકશે..,
આ મોજું..,..,....,તારા પ્રેમનું.,
મારી ચારે બાજુંફરી વળશે..,પ્રેમથી.

                           બ્રિન્દા..****
બ્રિન્દા..****

Prem

પ્રેમ નો દરેીયો મારેી આજુબાજુ,,
ક્યે કીનારે કરું કીનારો??
લાગણી નો ઘુઘવતો કલ્રવ્.. 
કોનો કરું સથવારો????

એક તો મારો આંખ નો તારો,,
એક તો મારો દીલ નો તાર્..
એક તો મારી અંદર ગર્કાવ્.. 
એક તો મારો હંમેશ નો સાથ્..,
ખેંચાણ બન્ને બાજુ છે સરખુ...,
ભીંસાય છે મારું હર્દય ખરું...,
એક ને ના તે બીજા ને છે હા...,
એક ને ઘાવ તે બીજા ને છે દવા...,

એક ને છેહ તે બીજા ને છે નેહ્..., 
પ્રીત ના કરું કટકા કેટલા કેટલા...,
પ્રેમનાં રુપ ધરું એટલાં ને કેટલા...???
                બ્રિન્દા..****







shodh

shodh

ગોતુ છું એવો માણસ,
જે જાણે એક રસિલુ ફળ
જેની એક એક રસિલી પળ..,

જે જાણે, એક મહેકતી ડાળ..,
તેની એક એક કળી અપાર્...,
જે જાણે એક કેસરી નાર્,..
તેની એક એક કાયા અનાર્..,

જે જાણે એક સાચુકલો મ્હાય..,
જેની એક એક વાત હુંફ નો સાથ્.., 
ગોતતો જ્' રહ્યો એવો માણસ...

ઠંડી માં ગરમ ચાદર જેવો..,,
ઠંડી માં તડકા ના વાદળ જેવો..,
ગરમી માં ગુલાબ ના શરબત્ જેવો..,
જેમાં ખુપવાનું મન થાય તેવો કાદવ જેવો...,


ગળાડુબ પડ્યા પછી પણ પડ્યા રહેવ જેવો..,
જેની આંખો માં ,વાતો માં, કામો માં,,વસી રહેવા જેવો...,
ગોતતો જ્' એવો માણસ્....


જે જાણે એક સુંવળું પીછુમ્..,
જેની એક પાંખ મીઠુમ સપનુમ્..,
જે જાણે ઉડતો ઘોડો ને' ઉડતો રથ...,
જેની એક એક પળ ,સુવર્ણ રજ....
ગોતતો જ' રહ્યો એવો જ' માણસ...<

બ્રિન્દા..****
જોતી નથી તને પણ જોઇ રહી છું,
મળી નથી તને ,પણ મળતી થઈ ગઈ છું,
***********લાખો પળો અને હઝારો દિવસો
પસાર થઈ ગયા પણ,

જાણતી નથી તને, પણ જાણતી થઈ ગઈ છું,
આસપાસ ચોપાસ, મારી પાસ
તને અનુભવતી થઈ ગઈ છું,
***********લાખો સપનાઓ,હઝ્ઝરો દિવાસપનાઓ,
રોકાયા અને ઘર કરી ગયા,પણ,

સ્વાસ પ્રસ્વાસ, અન્તસ્વાસ માં તારા સ્પન્દન ઝિલતી થઈ ગઈ છું.,
************લાખો વખત હાથ લંબાવ્યો,
હઝારો વખત બહાર નિકળી,પણ,
આકાર ,આભાસ્, આવાઝ સીવાય કઈ જ" ન' પામી શકી,
**********કાશ!, તું આવ, લાખો વખત,
તું મળ ,હઝારો વખત,પણ,
"આવજો, મળીશુ ફરી ,લખજે ફરી,"
સીવાય કઈજ બોલી શકી નહી...
ડ૦????

બ્રિન્દા..****

Sunday, March 1, 2009

5.ખૂબ વ્હાલ તને મારા દિકુ.,
કદાચ અત્યાર સુધીમાં ,
મે ખોયું દેવાનુ તને મારા દિકુ.,

દુનિયાની ભાગાભાગી અને પકડાપકડીમાં.,
કાંઈ તને સાંભળવાનું કે સંભળાવવાનુ,
મેં ખોયું મારા દિકુ...,

દુનિયાની સમજદારીમાં અને નાદાની માં..,
કાંઇ તને આપવાનુ કે અપાવવાનુ ,
મે ખોયું મારા દિકુ...,

દુનિયાના સમયના કાંટા અને સંબંધનાં સાંધાં માં..,
કાંઇ તને બાંધવાનું કે બંધાવવાનું ,
મે ખોયું મારા દિકુ...,

દુનિયાનાં બધા જ સુખમાં અને દુઃખમાં..,
કાંઇ તને વધુ સાથી બનાવી ..,
તારું બાળપણ મે ખોયું મારા દિકું...,

ખુબ વ્હાલ ,,,,તને મારા દીકુ,,,,ખુબ વ્હાલ્..
.બ્રિન્દા..****
4.માંગ્યા વીના માં ના પિરસે,
માંગે મળે મહેલ,
એવા સ્નેહ નું શું કામ્,
જે માંગે જ મળે.....?

આંખનાં.,મનનાં ઈશારે ,
માંગતા પહેલા જ મળે.,
યાદ આવતાં, ઉગતી સવારે,,
સાંજનાં છેલ્લા કિરણે..., 

વગર માંગ્યે સ્નેહ મળે,,
જાણે વગર માંગે સ્વર્ગ મળે....!!!!!*****


તને "શું" દેવા માં મને ખુશી મળે છે,
તે મને ખબર નથી,,,
તને આપવામાં શું" ખુશી મને મળે છે,
તે મને ખબર નથી,,,,,,

તને પણ મને "શું" આપવા માં ખુશી મળે છે,
તને ખબર નથી,,,,,,,,
તને પણ મને આપવા માં "શું" ખુશી મળે છે,
તે તને ખબર નથી,,,,,

પણ દરેક પ્રસંગે આપણે મળ્યા જ કરીયે છીયે,,
તે તો પાક્કી જ ખબર છે..
                                                    બ્રિન્દા...**** 


,
તને આપવામાં શું" ખુશી મને મળે છે,
તે મને ખબર નથી,,,,,,
તને પણ મને "શું" આપવા માં ખુશી મળે છે,
તને ખબર નથી,,,,,,,,
તને પણ મને આપવા માં "શું" ખુશી મળે છે,
તે તને ખબર નથી,,,,,
પણ દરેક પ્રસંગે આપણે મળ્યા જ કરીયે છીયે,,
તે તો પાક્કી જ ખબર છે..
              બ્રિન્દા...**** 

















.પ્રથમ પ્રભાત જેવી આંખ ખુલી મારી,,
અને ચારે તરફ મધમધતાં પ્રેમ ના પુષ્પો,,

નઝર મારી ઠરી ના ઠરી ત્યાં તો.,
પ્રેમ નાં પુષ્પો એ જ કર્યો પ્રેમ મને..

પ્રેમ નાં મુલ્યો નુ મુલ્યાંકન કર્યું ન કર્યું,,મેં,
ત્યાં તો પ્રેમ નાં સાગર માં ડુબી ગઈ હું.
બ્રિન્દા..****

સાથે ચાલવું અને સાથે રહેવું..,
સવારથી સાંજ માં,
સમાજથી શયનમાં,
શરીરથી હ્રદયમાં,
નાની મોટી વાતોમાં,
મોટી કે ખોટી તકરારોમાં ,

સાથે ચાલવુ અને સાથે રહેવું..,
ભીન્ન છે મતલબમાં,
અભીન્ન છે સંબંધમાં,
ઉપરછલ્લું એક અર્થ છે,
જ્યારે ગહન તેનો અર્થ છે,

સાથે ચાલવું તે સાથે રહેવું છે....????
બ્રિન્દા..****

મારા દિલ નાં બારણાં,,
સોનાનાં,
રતુંબડાં,
જડેલા રત્ન માણેક થકી,
બળુકા,
બંધ પડેલા વર્ષોથી યાદોની મહેક થી..,

વર્ષોનાં વર્ષો ના વાદળો,,
પળોને પ્રતિપળોનાં પતઝડ,
દિનબદિન નાં વાયરાઓ,
ન ખોલી શક્યા ન' હલાવી શક્યા,
તેને સમયનાં નાના મોટાં સ્વરુપો,

પણ....................,,
તારી એક લહેર આવી,લીલી ડાળી જેવી.
વાસંતી ફુલો વાળી.
ગુપ્ત ચાવીની જેમ' ખોલી કમાડને.,
સુપ્ત શ્વાસપ્રશ્વાસને તરબતર કરીને.,
ગાંડાંતુર પુરની જેમ,ફરી વળીને.,
મારા દિલને ખોલીને ..,
તારી યાદો ઘર કરી ગઈ,,,,,,,*******
બ્રિન્દા..****
તુ ન ચાહે મને,
એ મારી આખરી આશ..
તુ મને ભુલી જાયે,
એ મારી આખરી આશ......
તુ ન પામે દુઃખ કશાનુ,
એ મારી આખરી આશ...

તું ન રોવે ખોવાનું દુઃખડુ,
એ મારી આખરી આશ.........
તું રહે ખુશ અને મસ્ત ,
સાથ તારે બધાનો સંગ,
એ મારી આખરી આશ.....
**********પણ**********
હું તને કાયમ ચાહું,ન ભુલું 
એ મારી અન્તિમ આશ....****

બ્રિન્દા.
તારો ને મારો સાથ અજાણ્યો,
સાથ હંમેશા ખાસ જાણ્યો,

ચમકતો - ઝગમગ ખરતો તારો,
જાણૅ મારા માટે જ ગગને જણ્યો ,

દિન -પ્રતિદિન થતો રહ્યો એ પ્યારો,
સંબંધ થતો રહ્યો ગાઢ થી પ્રગાઢ ખરો,
બ્રિન્દા....****

કાશ! હું એક પતંગિયું બનું,
ઉડી ઉડીને તારી આજુબાજુ રહું,

તું જો પકડે મને ,
મારો રંગ લાગે તને,
તું જો સમજે મને ,
મારો મુંગો સંગ રંગે તને,

કાશ! હું એક પતંગિયુ બનું,
ઉડી ઉડીને તારી સંગ સંગ ભમું,

આપણી વચ્ચે એક જ ભાષા,
મૌન ની ભાષા,,
તું જાણે છે મને ,
મારો મુંગો બહેરો દેહ ,
માંગે એક હંમેશ નો સાથ,

કાશ્!હું એક પતંગિયું બનુ..****


બ્રિન્દા....
સંબંધ તારો નીભાવવો મારે,
*****તે જીવન ની જરુરીયાત !કે પછી..,
*****તે જીવન ની લાચારી???

સંબંધ તારે નીભાવવો મારો.,
*****તે જીવન ની રસમ! કે પછી.,
*****તે જીવન ની ટેવ???

સંબંધ બાંધીને સંબંધ બગાડે છે બધા,
ચાહવાનો દુનિયાસામે દેખાડો કરે છે બધા,
અંતર{દિલ}ને બતાવવા કરતા અંતર{પડેલુ} સંબંધમાં સંતાડે છે બધા,,


છીછરા પાણીમાં તરતા રહીને.,
******સંબંધના ઊંડાણનાં મોતી પામતા નથી બધા,,,,,
બ્રિન્દા..****