ફરીના આવું આ જગતમાં,
ઇશ્વર મોકલે મને પાછી જો આ જગતમા,
જો અને તો જ...
ઇશ્વર મોકલે મને પાછી મારી શરતો માં,
મારી શરતો અને મારા સમયમાં..,
ઇશ્વર કરે મને જો કરાર લાલ કાગળમાં,
કે,
નીચે રાધા અને સ્યામ મારા સખા હોય,
નીચે સુંદર્ર નદીના નિર્મળ જળ હોય,
કલરવ હવા અને કલરવ પંખી હોય,
જો અવાજ હોય તો માત્ર સંગીત નો હોય,
સરગમ જેવી સરળ જીંદગી હોય,
દેહ જાણે ગંગાની મિઠી સરવાણી હોય,
શબ્દની કે સંજ્ઞાની જરુર ન હોય તેવી,
એક્મેક ને જીંદગી સમર્પીત હોય,
સોનેરી ઉજાસ માં જીંદગી સુવર્ણ સમી હોય,
ઈશ્વર!!પણ હાલની જીંદગીનું શું?
તેના માટે ક્યા કાગળ પર કરે કરાર??
**બ્રિન્દા**
Tuesday, April 28, 2009
Friday, April 24, 2009
Sunday, April 12, 2009
Sunday, April 5, 2009
અમે તો સુંડલો ભરી ને ચાંદની લાવ્યા,
વ્હાલા, પણ તમે તો ચારણી..........
અમે તો ખોબો ભરી ને અમ્રુત ઢાળ્યા,
મોહન્,પણ તમે તો ચારણી....
અમે તો દરિયો ભરીને લાગણી વહાવ્યા,
શ્યામ,પરન્તુ,તમે તો ચારણી.....
અમે તો ચારે દિશમા તુજમાં સમાણાં,
કાન્હા, તો પણ, તમે તો ચારણી.....
અમને મળ્યું દિધાનું સુખ
અને તમે ,વ્હાલા, લીધુ તર્પણનું સુખ..!!**
**બ્રિન્દા**
Subscribe to:
Posts (Atom)