Sunday, May 10, 2009

સૂઈ જવું છે મારે તારો બનાવીને તકીયો,,
સામે નદીનો પટ અને તેની નાજુક હવાની લહેરો,,

લીલા ઝાડવા,લાલ ફુલ ને કુંણા ઘાસની કુંપળો..,
લીલીપીળી હરીયાળી ને તેના પર ફુલોનો બનાવી હીંચકો..,
સુગંધી ઝુલાની હળવી હળવી ઠેસ ને,ધીમી ધીમી તેની સહેલો..,

ના કોઈ મને જગાડશે..,
ના કોઈ મને બોલાવશે..,
મનમાં રાખીને તેવી જણશો ..સુઈ જવુ છે..મારે....!!

**બ્રિન્દા**
સંબંધ માણસનાં શુન્ય છે...
સંબંન્ધ માણસ નાં ખાલી છે..
સંબંધ માણસ નાં ખોખલા છે....
જાણે હવા ભરેલા ગુબ્બારા..!! 

સંબંધ શું છે? 
આકાશ અને પૃથ્વી..? 
ચાન્દ અને તારા..? 
ફુલ અને સુગંધ..? 
નદી અને કિનારા..?  
જાણે પરસ્પર તાણાવાણા...!  

સંબંધ શું છે? 
માણસ ની એક શરતચુકનૉ બીજાને લાભ..!! 
માણસની એક નબળાઈનો બીજાને તાક..!! 
માણસની એક લાગણીની લિલામીની ધાક..!! 
માણસની જાત છતી કરવાની વાત..!  
જાણે "શુન્ય"{મૃત્યુ} થવા ભણી ની વાટ..!!  

**બ્રિન્દા**