Saturday, June 27, 2009

ચાલ ને ભુલી જઈએ
કે તું " તું" છે
ને
હું "હું" છું,,,,!!

એક અજબ જગતમાં જઈએ
જ્યાં તું " હું"
ને
હું " તું" છે,,,,!!!

છોડીને ધરતી સપનાઓ માં ફરીએ,,
જ્યાં "હું"
ને
"તું" જ છે !!

ચાલ ને જરા વાદળામાં ફરી લઈએ,
જ્યાં હું + તું
હળવા થઈ ફરીએ..

ફરીથી ભુલી જઈએ ને એવા ભળીએ
જ્યાં હું + તું
એક અનન્ત શુન્ય નું સર્જન કરીએ,,,!!

ચાલ ને,,ચાલ ને.....ચાલ્.....................
**બ્રિન્દા**

Wednesday, June 24, 2009

ઓ ઇશ્વર ! !
તુ પુરુષ , પૌરુષ થી ભરપુર.,
તે બનાવી આ દુનિયા પુરુષોથી ભરપુર..,!

તાકાત, અહંકાર અને તાડનાથી પ્રચુર,
નાદાન્,નાના અને નબળા માટે,,,
માત્ર માત્ર અને માત્ર બચાવવાનાં દંભથી ભરપુર,!

ઓ ઇશ્વર ! ! તુ પણ. . . . . . પુરુષ !!

તુ પુરુષ !! પણ તારી લક્ષ્મિ વિના અધુરો..!!
તુ પુરુષ !! પણ તારી લાગણીની ધાર વિના તુ બુઠ્ઠો,,!!
તુ પુરુષ !! પણ તારી ગમે તેવી મજ્બુરીથીને પચાવતી તારી નારી વિના સુનો,,!!
તુ પુરુષ !! પણ તારા પગલાને પોતાના પગલામાં સમાવતી,સાચવતી,પ્રભુતા વિના ઉણો!

ઓ ઇશ્વર !!તુ ....પણ પુરુષ,,!!

તો પછી ,,,,,,,,,,,,

હૈરાન છું કે દુનિયા કેમ છે પુરુષો થી ભર્પુર !!

હૈરાન છુ કે દુનિયા કેમ છે પૌરુષ થી બેનુર,,!!

**બ્રિન્દા**