Sunday, July 5, 2009

મારું મૃત્યુ...!!
************

ગરમ રોટલી શેકતી, નરમ આંગળી મારી....
પડેલી છે ઠંડી ફર્શ પર નિર્જીવ આંગળી મારી....

સફેદ મોગરાની વેણીનો નાગણ્ કાળો ચોટ્લો મારો...
પડેલો છે ઠંડી ફર્શ પર જાણે આખરી ઓશિકું મારુ.....

ચમકતી દમકતી આંખો નાં એ તારાઓ મારા....
ઢળેલા છે ઠંડા ગાલ પર આખરી આરામ માં.....

ઘંટડી વગાડતું અને ખિલખિલતું હાસ્ય મારુ...
પડેલું છે ઠંડા ઉદાસ વાતાવરણ માં પડઘાતું
તારી યાદોમાં આખરી મારું....

અન્તિમ ક્ષણો થિજેલા બરફ જેવી અસહ્ય .....
થોડી ક્ષણો પછી થશે પિગળતી ઓગળતી.....
અસ્તિત્વ હતું ના હતું થશે...
મૃત્યુમ કેવું પરમ સત્ય આપે છે ગોઝરું..!!

તારા ને મારા નજરો ના તારથી ધબકતું ઉર મારૂં...,
કોઇની નજર લાગીને હવે તારા ઉર માં જ છે મારું...!!

**બ્રિન્દા**

મારા પ્રિય નાનીજીના મૃત્યુ પર મે આ લખી છે..

મારા નાનીમા..દાદીમા અને મારા નાનીજી સાસું,,
ત્રણેય મારા "રોલ મોડેલ" હતા,,,
તેઓ મારા હ્રદયમા હમેશાં જિવન્ત રહેલા છે.....**