**માધ્યમ**
કોઇ માધ્યમ ક્યાં જોઈયે છે તને.........!
કોઇ માધ્યમ ની ક્યાં જરુર છે તને.........!
હવાની જેમ વળગે છે મને ,
ખુલ્લી બારીમાંથી ઠંડા વાયરા જેવો ,
બરફ્ની જેમ ખુંચે છે મને.........!
ગેરહાજરી છતાં હાજરી જણાય છે મને ,
શ્વાસ ગુંગળાય તેમ વિંટળાય છે મને .
કોઇ વાર ફુલો ની જેમ મોહરે છે મને ,
ટહુકાની જેમ ટહુકીને પલ્લવિત કરે છે મને ,
પણ...........
આટઆટલી વસન્ત મ્હોરી છે મને
પણ્ ,
પતન્ગીયાની જેમ ક્યાં ફરકે છે મારી કને ?
**બ્રિન્દા**