એક પાતળી ભેદ-રેખા ..
તારી ને મારી વચ્ચે......
પ્રેમ અને લાગણી - તારી શું કે મારી શું?
ધિક્કાર અને માયા - તારા શું કે મારા શું?
એક પાતળી ભેદ -રેખા...
મારી અને તારી વચ્ચે..........
તું તો ઓગળે અને તરે.. તારામાં શું કે મારામાં ?
તું તો પિગળે અને ફેલાય....મારામાં શું કે તારામાં ?
એક પાતળી ભેદ-રેખા..
તારી અને મારી વચ્ચે ...
કોને ઓગાળે છે ,ગુમાન ને, પ્રેમ ને,
ધીક્કાર ને, -મારામાં શું કે તારામાં ?
કોને ભુલે છે ,પોતા ને , બિજા ને,
કે મને, - તારા માં શું કે મારા માં?
એક પાતળી ભેદ-રેખા...
દેખાયછે તને? - તારામાં શું કે મારામાં?
**બ્રિન્દા**