Saturday, April 24, 2010

આજે અધિકની બીજ, તીખીને તીણી,

હું તો બીજના ઝરોખે બેસી,
હું મારા જ ચાંદને ચારે બાજુ ખોળી રહી,

હું ક્ષીતીજની આસમાની કસુંબલ રંગોળીને જોતી,
તારી આસમાની આંખની છાયા રહી શોધી,

હું ગ્રીષ્મની ગરમ નરમ સાંજ્ની હવામાં વહેતી,
તારી હાજરીનાં શ્વાસઉશ્વાસને મારામાં ભરતી,

હું ડુબતી સાંજનાં લાલ કસુંબી રંગમાં એવી,
તારી કસુંબલ આંખનાં આંજણ મારી આંખમાં ઢળે ઍવી,

હું બીજનાં ચાંદમાં ઝુલતી ,મારા જ ચાંદને ગોતું એ વળી કેવું?
હું આંખ ખોલું ત્યાં ...........તારી આંગળીઓ મારી લટને પરોવતી રહી,
તે કહ્યું,,,"મારું ગાંડુ!!, નીંદરમાં પણ તું હસતી રહે એ વળી કેવુ?""

**બ્રિન્દા**

Thursday, April 15, 2010

તારુ મૌન મને બાળે,
અકાળું ને અણધાર્યું , મને છેતરે !!

તારું એ હસી ને "BYE" કહેવું,
રુપાળું હસવું તારું ,પણ એ તારું મૌન ના છારવે !

અંદર આવીને જોવું તો ,
FMનું ગીત પણ નખરાળું સાવ મુંગુ લાગે ,
પંખાની SPEED પણ જાણે આકરી અકારી લાગે ,
લાલ BED SHEET તો જાણે અણકહી વાતો ની જાળ લાગે ,

કહેવુ હોય તે કહી દે ને ,
મૌનનો દરિયો બનીને કાં આમ વહ્યા કરે?

તારો એ ધુમ્મસીયો દરીયો ,
મારી આંખમાં જાણે ધોધ બનીને રોજ કેમ વહ્યા કરે?

તારું નિઃશબ્દ મૌન તુટ્યું નહી ,
પણ તેની અતુટ કરચો કેમ મને આમ લોહિલોહાણ કરે ?

**બ્રિન્દા**

Friday, April 2, 2010

શબ્દોનાં તીર છોડવામાં
ક્યાં બાણની જરુર છે?

શબ્દોનાં પ્યાદાં બનાવીને રમવામાં
ક્યાં શતરંજની જરુર પડે છે?

શબ્દોથી નિશાન અચુક લેવામાં
ક્યાં નિશાનેબાજ બનવું પડે છે?

શબ્દોની ગોલંદાજી ને ફતકાબાજીમાં
ક્યાં રમતવીર થવું પડે છે?

શબ્દો માત્ર છે મગજ્ની કરામત ને છે છળ !!
તેમાં ક્યાં હ્રદયની જરુર પડે છે?

**બ્રિન્દા**
જીવન સન્ધ્યાના આકરા તાપમાં,
ઝોલા ખાય દિલ જીવનમાં. !

સંબંધોના નાજુક રાખ-રખોપામાં,
ક્યારેક અટવાય મન જીવનમાં. !

શ્વાસમાં વિશ્વાસનો શ્વાસ ભરવામાં,
ક્યારેક શ્વાસ લહેર મુંજાય જીવનમાં.!

નાની-નાની કાળજી-લાગણી સાચવવામાં,
ક્યારેક ચુકાય જોડતી કડી જીવનમાં. !

હુંફાળો માળો બાંધીને જીવવામાં...... ,
ક્યારેક વંટોળીયે ઉડે તણખલાં જીવનમાં.!

એક એક તણખલું ભેગું કરવામાં,
ક્યારેક 'હું" પોતે જ દૂર સરી જાય જીવનમાં.!

**બ્રિન્દા**