તું એટલી "Image"માં જીવે છે,
My Dear !!
ચારે બાજુંની દુનીયા એવી રીતે શ્વસે છે,
My Dear !!
જાણે ""Oxygen" પર ઉપકાર કરે છે ,
My Dear !!
તારી પોતાની જ "Credit" પર મુસ્તાક છે,
My Dear !!
જાણે બીજાકોઇને "Credit" આપવામાં અટવાય છે,
My Dear !!
ખોવાય ગયો છું પ્રતિક્રુતિમાં તારી જ તું,
My Dear !!
તારી આંખમાં અન્યનું પ્રતિબિંબ સાવ જ ખોઇ નાખ્યું છે
My Dear !!
તું એટલો "Image" જીવે છે,
My Dear !
ખુશ્બૂ ફુલો ની કે લહેરાતી તીતલીયાં,
ઝિલમિલ ઝિલમિલ આંખોની શોખીયાં,
અને ક્યાં ભુલાય ગયું એ અનોખું મિલન,
My Dear !
તારા માટે "Standard image view"માં ન આવતા,
તું જ તારા થી છુટી ગયો છું
My Dear !
**બ્રિન્દા**
Saturday, May 29, 2010
Wednesday, May 26, 2010
એ વાત મને નથી ગમતી,
ક્યારેક લાગે છે કે બહુજ નજીક છું તારી,
ત્યારે જ દૂર સરી જાવ છું એ..........
જ્યાં તું આખથી આંખ પરોવે મારી,
ત્યારે જ હું આંખ ઝુકાવી જાઉ છું એ...........
ગોળ ગોળ વિંટળાતી બાંહોમાં તારી,
આવું ત્યારે જ સપનામાં સરી જાઉ એ.........
સ્પન્દનોમાં ઘેરાઈ જાય લાગણી બપોરની,
ત્યારે જ ભરબપોરે ચાંદની રાત બનું છું એ......
એ મારી ટેવ નથી ગમતી,
તને આદત અતઃ થી ઈતી સુધી વાત કહેવાની,
ત્યારે જ કવિતા રુપે કહેવાની મારી વાત એ..........
તારી દરેક વાતે મને ઉર્મિની ઉઠતી ભરતી ,
ત્યારે જાણે એક બુરખો પહેરી ઉર્મિ સંતાડવાની એ.........
તારી આંખમાં જયારે ડુબતી ને તરતી,
ત્યારે લોકો મારી આંખમાં તાક્ઝાક કરે એ.........
એ વાત મને નથી ગમતી........

Saturday, May 22, 2010
ચાલ ને સંતાઈ જઈયે એક્બીજાથી થોડા દિવસ,
એ શું વિચારોની રોજ્ની તારી સાથે સંતાકુકડી !!
તું જા સંતાયને હુ કરું તારો ક્યારેક થપ્પો !
એવું કૈક કરીયે હું ને તું મળીયે નહિ થોડા દિવસ !!
દિલ થી રઘવાયા થવું ને ઉદાસ થવું થોડું ઘણું કરવા જેવું,
તુ મને યાદ કરે ને હુ થાવ હાજર એવુ તે વળી શું?
હુ તને ભૂલું જ નહી ને યાદ જ કરૂં તે વળી શું?
હું ને તું એકબીજામાં જીવીયે આખા આખા દીવસ ,
તેના કરતા એક્બીજા ની બહાર જીવવાનું કરવા જેવું,
તું દોડી ને ના આવ તો ઉદાસ થવાનું તેવું કરવા જેવું ?
પણ એક શરતથી રમીયે આ થોડા દિવસ,
હું સાદ તને પાડું કે ના પાડું..તુ દોડી આવ,આવ...!!

Saturday, May 15, 2010
આ અન્ધારું બિચારું છુપાઈ બેઠું ક્યાં......?
પુછો નાં કેટલા દર્દો હૈયા નાં અન્ધારે છુપાઈને બેઠાં હતા..
તમે આવ્યાને બધા દર્દો જાણે ગાયબ થયા ક્યાં...?
તમે આવ્યા ને અજ્વાળા આતમ નાં પાથર્યા અહિયાં...
સમી સાંજનાં અજવાળે જાણે સવારનાં કીરણો ફુટ્યાં....
રોમે રોમે તારા નામે જ જાણે અનેક દીવા ઝગ્યા...
કોઈ ખોવાયેલી લાગણી કોઈને પાછી મળે જ ક્યાં...?
પણ કંઈ તારા જ પુણ્ય હશે તે પાછા મને તમે મળ્યા...
એમ તો મૌન ને વાચા ને હૈયાને ગતિ અમથી મળે ક્યાં..?
કદાચ તારા જ નામ નું હશે જે તને તારા થવા મળ્યાં...

Subscribe to:
Posts (Atom)