Wednesday, June 30, 2010

વાત,વાત ને બસ વાત દિનરાત સતત તારી સાથે,

ખાટ્ટિ-મીઠ્ઠી, તીખી તમતમતી,ચગળતી વાત,તારી સાથે,
કિટ્ટા-બુચ્ચા, સહી-ગલત કરી ચુમ્મી ભરી ભરીને,તારી સાથે,
આવ-જા કરી,દૂરિયાં-નજદિકીયાં,પાર કરી કરીને, તારી સાથે,
વાત,વાત ને વાત ખૂટતી નહી તોયે તારી સાથે,

ક્યારેક આહ...ભરીને,તો ક્યારેક આ.....હા,કરીને,તારી સાથે,
વીંટળાતી ને ઘુંમરાતી ને ક્યારેક વળી ભીંસતી વાત, તારી સાથે,
ને ક્યારેક લાગે કે આ મન નથી મારું!!
ને લાગે કે મારા મનની અંદર જગ છે તારૂં,
તોયે, કેમ ખૂટતી નથી વાત તારી સાથે..હ્મ્મ??
કહે.................
**બ્રિન્દા**

Friday, June 25, 2010

ચાંદ,એય ચાંદ.........!

આજે પુનમનું વ્રત,ને તારું પૂજન
સહેલીઓ વ્રત કરશે ને તને પૂજશે,

હું બેઠી છું મારે ઝરોખે,,,
તને નિહાળું પણ ,મન ઉદાસ છે !

એ ઘેલીઓને કેમ કહેવું કે તું તો મારો છે !
એ તો કેવું કે તું મારો છત્તાએ મારે ક્યાં વ્રત છે??

અસહાયતા ને લાચારી મનમાં ભરી છે.....
પણ.....

પછી એક છુપો આનંન્દ ઉભરાય છે મારા હૈયે!
પામવું ને પૂજવું કેટલો ફર્ક છે ને?

તને પામ્યા પછી મારૂં તને અર્પણ સઘળું છે,
પછી અસહાયતા કે લાચારીનું ક્યાં કામ છે??

એય ચાંદ,!
એય ચાંદ,!
તું મારો જ છે પછી શું પૂજન, શું અર્ચન છે!!
**બ્રિન્દા**

Sunday, June 20, 2010

આજે બેઠી જીવન જરુરીયાતની ચીજવસ્તુનું લિસ્ટ બનવવા,
ખાંડ,ચા, ઘઊં, તેલ,ઘીનું લાંબું લિસ્ટ.............
ગેસ, ટેલિફોન ને વીજળીનાં શું છે બાકી બીલ,
પણ તને ક્યાં ખાનાંમાં ગોઠવું તું કહે !!


હાલતા ચાલતા,ખાતા પીતાં,બેસતા ને ઉઠતાં ને વળી નિંદરમાં,
ક્યાંથી માનું કે તું હાજર નથી મારી કોઇ પણ પ્રવૃતિમાં,
તો પણ એ કેવું કે તારું નામ પણ માત્ર નથી મારી એકેય કૃતિમાં !!


જીવનધોરણમાં ભૌતિક ને અભૌતિક વસ્તુઓને કેન્દ્ર સ્થાને રાખવામાં,
રોજ સવાર થી ઓફિસ, દુકાન કે મોલની આસપાસ ૨૪ કાંટા ફરે,
પણ મારા મનનાં કાંટાં અવિરત તારી આસપાસ ફરે તેનું તું શું કરે?


આજે બેઠી જીવન જરૂરીયાતની ચીજવસ્તુનું લિસ્ટ બનાવવા,
તો તુ એટલો આવ્યો યાદ ,તું તો સર્વત્ર છે તો પણ તને ક્યા લિસ્ટ્માં મૂકુ?
**બ્રિન્દા**

Saturday, June 5, 2010

રુમઝુમ હિંડોળે બેઠી હું તો હિચકું,
સાજન મારો હિંચોળે મને,
ચાંદલિયો પુનમનો કરે ચંચુપાત ને ચુગલી,
સાજન મારો કરે અણદેખો તેને,
પ્રથમ પ્રહર રાતનો ને અષાઢી સુંવાળો પવન,
સાજન મારો નજરથી જ ઘાયલ કરે મને,
અજવાળી રાતલડી ને સો હજાર તારલીયા,
સાજન મારો ખોળામાં પોઢીને સતાવે મને,
રીમઝીમ રીમઝીમ વરસાદી ફોરાં પડે તન પર,
જાણે સાજન મારો, વશીકરણ થી જ ભીંજવે મને.....!!!
**બ્રિન્દા**

Thursday, June 3, 2010

આ સુરજ ને તારે શુ લેવાદેવા?
એ તો જાય ને આવે......
આ આખો દિવસ ને રાત !! પણ તારે શુ લેવા દેવા?
એ તો થાય ને થાય જ........
આ તારી પ્રેમ ની ભરતી ને દરીયાથી શુ લેવાદેવા?
એ કાઈ કોઇની મોતાજ નથી કે નિયમોમાં બંધાય..!!નહી?
88888888888888888888888888
મેઘધનુષિ રંગો પુર્યા તે તારી યાદોમાં,
વરસાદ પડે કે ના પડે તને ક્યાં ફેર છે??
વિજળી તો અષાઢ ને શ્રાવણની છે પ્રીતમાં,
પણ વિજળીની જેમ રોજ ચમકવું તે તારી તો આદત છે..!!
ગજ્યા મેહ વરસે કે ના પણ વરસે ,
મનફાવે ત્યારે સાંબેલાધાર વરસવું, તારે તો રમત વાત છે!!
**બ્રિન્દા**