Saturday, November 12, 2011

ચાલો,, દિવાળી પછી ફટાકડા ફોડીયેઃઃ
ચાલો,, દિવાળી પછી ફટાકડા ફોડીયેઃઃ
ફેસબુક નામ આપી ને દુનિયા અલગ બનાવી,
પણ વોલ કરી દીધી ઉભી,
બારી, બારણાં ને ખાળ દરવાજા,રાખ્યા સાવ ખોલી, ભૈ.!!

પ્રમાણિકતા ને પ્રેમ સિવાય અહી બધું જ મળે,
તો યે પોતાને ઉત્કૃષ્ટ સહુ કોઈ ગણે , ભૈ!

ડોકાબારીમાંથી રુપકડા સૌ ટોળે વળતા,
ને ટ્રાફીક જામ જેવું પળ માં કરે,ભૈ!

બ્લેંક વોલ વાળા ભરચક ચકચાર માં,
ને ભરચક વોલવાળા સાવ બ્લેંક રે, ભૈ!

ફેસબુકમાં પોતાનો "ફેસ" છૂપાવી,
ને પોતાનો "ફેસ"ગોત્યા કરે એ, તો ભૈ!
**બ્રિંદા**