Tuesday, March 27, 2012

ને, તને એમ કહું કે આ બધું ઉમર ને કારણે છે , તો!!??

૧. કોઈ સ્મિત, પસંશા કે even, ગીત પણ,
   ક્યારેક પ્રિય તો ક્યારેક અપ્રિય લાગે,,,

૨. કોઈ શબ્દ, સૂર કે સમાજ,
   ક્યારેક જરૂર  જેટલું  પોતાનું  "ક્યારેક"  [જ] લાગે !!

૩. કાન પણ જાણે સીમાઓ  વાળા થઈ ગયા,
  ક્યારેક ન સાંભળવાનું સાંભળે, ને ન ગમતું સાંભળવા જ ન માંગે !!

૪. ન ગમતા સાથે તો શું ગુલાલ કરીયે,પણ,
   ક્યારેક "ગમતા" ને પણ "થોડા" આઘા કરીયે!!

૫. પ્રિયે, તારા શ્વાસની ગતી સાંભળવામાં,
   ક્યારેક દુનિયાનો કોલાહલ આંખ આડા કાને કરીયે!!

૬. શબ્દો તોળી તોળીને બોલવામાં કંટાળી ને,
   ક્યારેક "reservedness"  ને અગ્રેસર રાખીયે!

૭. એક "પ્રેમ" શબ્દ ને પામવા આખી જિંદગી કાઢીને,
   ને બને એવું કે" ઘરવખરી નાં કાટમાળ"માં ગોતવામાં કાઢીએ!!

   પણ, તને પણ, એવું લાગે છે કે ઉંમર થઈ છે??But love u Always!

   **બ્રિંદા**
  

Thursday, March 22, 2012

અરે, જો, લહેરોમાં આંખો તરે,
ચારે બાજું, એક જ વહેણસમ તરે,
ભાવ ભરેલી ને રંગ રંગ ઉડાડતી,
કોઈ કૌતુક ભરી ને કોઈ રહસ્યમયી તરે !!

એમ તો જગ બદનામ છે બોલી થી ભલે,
પણ આંખોની બોલીના ઉકેલ્યા ક્યાં ભેદ છે !!
ને આ આંખો તો ચકચકિત -પારદર્શક તરે
સપના ભરી ને સચ્ચાઈ ભરી ને,
ભારેખમ મૌન લઈ નેબોલકી આંખો કેવી તરે !!

તારા મારા જીવનની છે જૂજ પળો,
ને,દર પળે રંગ બદલે ને તરવાની ગતી બદલીને તરે!
આંખો પણ ક્યારેક ટુના તો ક્યારેક શાર્ક બની ને તરે,
લહેરો માં વિંટળાય ને તરે , ક્યારેક પોતે તરીને ને બિજાને ડુબાડે
અરે, આ આંખો ક્યારેક પોતાના જ પાણીમાં અનરાધાર ડૂબે !!
આ આંખો પણ................!!
**બ્રિંદા**

Tuesday, March 20, 2012

તને લખવું કેટલું સરળ !,
લખતાં કોઈ ચેકા ચેકી નહીં,
નહીં કોઈ લખી લખી ને કાગળ નાં ડૂચા,
ને કોઇ like કે comment ની ચિંતા,
ને કોઈની સતત observing નઝરની ચિંતા.

ને લાગે મને કે કેટલું વાહિયાત લખું છું,
તો યે તારી સામે જોવા જેટલું જાણે સરળ.
ને તારા વિશે લખું તે પણ સરળ,
... ને તારું મને ચાહવું તે પણ સાવ સરળ.

તારું ધીરે થી મારા કપાળની લટ ને અડવું,
ને એ, મારું હાથ ને ત્યાં જ અટકાવી રાખવું,
ને તારું મારી આંખોમાં એક સપનું પરોવી આપવું,
ને તારાઓ મઢેલી વાર્તાનાં મહેલમાં મારું રાચવું,

ને પછી કોઈ પથરીલ ધરતી પર મારે શું કામ ડગલું માંડવું?
એક બસ તું ને હું,
બાકી બધા,
બાકી બધું,
બાકી કઈ નહી...............!!!
**બ્રિંદા**

Tuesday, March 13, 2012

અરે. ચાલ મૌન થઈ ને પાળું તને,
લાગણીઓના છોડ સમ, હવાથી ઉછેરું તને,

ઍ ખોવાયેલી લાગણીઓ, ફુલની છાબડી સમ વીણું તને,
ઉલેચવા શું કામ, કાળનાં સમુદ્રને, છીપલાનાં મોતી સમ ચુટું તને,

થશે કાલ કદાચ વસમી વિદાય,એવા ખોટા ડરથી,અત્યારે કેમ વીસરું તને.?!
તું સામે જ છો,ને જાણે હું તારી આરપાર,મનનું પાર્શ્વકિરણ બનીને વિન્ધું તને,

ચાલ ને આવ,એક પળ,પળે પળ મળ, સૃષ્ટીના અંત સમ મળું તને.!!!!!
**બ્રિંદા**

Friday, March 9, 2012

Those Nine months are never for fun,
but a responsibility and opportunity ,
to create a new world of hope.

Starting eating and sleeping properly
for the one, who is not around you,
still starting loving without seeing, "who" is inside.

We all are come from the same place,"womb",
God gives us full term time equally to all,
... No millionaire is born in 5 months and poor in 14 months.!!

God gives us same bloody womb to all,
there is no gold, platinum ,diamond lining inside,
still there is surprised sense of inequality !!!

Today i am very thankful to the womb of my Mom,
and dedicating "this day" to my Mom,
A very special lady with wonderful personality !!love u!

Brinda**