ચાલને મુક્ત થઈ જાવ,
મારા-પણાંમાં થી.!!
મુક્ત થવું જીવનથી,
એટલે મુક્ત થવું શ્વાસથી,
એવું જ ને?
પણ, મુક્ત થવું મારું એવું કે ,
તારા માં યુક્ત થવું..!!
તને શ્વાસુ ને મારા શ્વાસ મૂકું...
ચાલ ને મુક્ત થઈ જાવ...!!
ચાલ ને ખુલ્લી હવા સમ મુક્ત થઈ જાવ,
હવા સરીખી હું હવામાં ઓગળું,
ને અનંત ક્ષિતીજ મા વિલીન થાવ,
ને તારામાં વિસ્તરું,
ને અસ્તિત્વ મારું વિસ્મરું,
ચાલ ને મુક્ત થઈ જાવ !
આ રોજ મારુ એમ જ હસવું ને બોલવું,
ને એજ મારું મહેકવું,
ફોરમતી તારી આંખમાં હસી ને,
ચાલ ને એક જુઠથી મુક્ત થાવ.!
ચાલ ને હું મુક્ત થઈ જાવ !
**બ્રિંદા**