Tuesday, June 26, 2012


एक ही ख्वाब................एक ये ख्वाब....!!
.....................................................................................


सुनो....
सुनो ना....


तुम ने कहा था,
" प्रश्न करो.....
प्रश्न करने से जीवन रहेता है,,,,,
वरना एक ही जवाब मे जैसे अंत जीवन का......"


तुमने हल्के से मेरी लट सहलाते हुऍ कहा, 
"जीवन रोज सरकता है,
अपने प्रश्नोमे जवाब ढुंढते हुए जीवन जीओ,
क्युंकी तुम अपनी जींदगीको कीसीके जवाब की मोहताझ न बनाओ"!
कितना प्यार था तुम्हारी आंखो मे और,
उसमे मेरी जिंदगीकी आरझु भरी थी,


मेरे गालों को तुमने हल्के से छुआ तुमने,
और फिर तुमने आखिर मे कहा.....
"जब तुम्हे सब जवाब मील जाये तो समजना,
की सब तुम्हे प्रश्न बनायेंगे,
युं ही फालतु मे उलझायेंगे,
तुम उनकी बातों मे न आना,
सामना प्रश्नो से करते रहेना" !


और बडे प्यार से  माथा मेरा चुमा तुमने,
और बाहों मे भर लीया !


हम दोनो के बीच एक समुन्दर सी शांति थी
और आंखो मे समुन्दर............................,


मैने तुम्हारी छाती से अपना सर उठाया
और 
उस भुरे समुन्दर के पार से पुछा......
तो फीर,
"तुम कौन हो?
 और मैं ?
 मैं कौन हुं??"


कहो....!! ??


**ब्रिंदा**

Saturday, June 23, 2012


વિચિત્રતાઓ થી ભરપુર ......લખાણનું જગત મારું,


જ્યારે જ્યારે હિસાબનાં કાગળો પર ,
સરવાળામાં અટકે છે પેન મારી,
ત્યારે વચ્ચે એક નામ સરકે છે તારું!!


યાદી કામની ચેક ઈન આઊટ કરતા કરતા.....
ફરફરે છે તીવ્ર લાગણી તારી......


""ઓહો...આવો ને, અરે... જમ્યા વિના જવાય?
ચોક્કસ ...હું  ફ્રી જ છું...આમ પણ કામ ક્યા છે જ મારે!!""
આવું રોજ્નું ફોર્મલ હસીને કહેવાનું ,

સાથે,,, તારી મીઠ્ઠી યાદનું આંખ મીચકારી ને એ "ઇન્ફોર્મલ્ હસવું " તારું.!


સતત આવતા શેરબઝાર ના અપડેટ્સને,
બેન્ક સ્ટેટમેંટ્સ નાં ઈમેઈલ્સને, બાય બેસ્ટ પ્રોપર્ટીનાં રીમાઈન્ડર્સ માં,
ક્યારેય ન આવતું તારું સ્ટેટમેન્ટ છતાં,
ફેવરીટમાં ચમકે હંમેશા.............. નામ તારું!!


વિચીત્રતાઓથી ભરપુર આંકડા જગત મારું!!
સજ્જ્ડ "Facts of Statistics" ની વચ્ચે છાતી ફુલાવીને ઉભું છે," Emotions " તારું !
**બ્રિંદા**


એય, તને ખબર છે?
મન મારું......,


ગોરંભાયેલું ગુલાલથી આકાશ જાણે,
વાદળાઓ ઉમટી આવ્યા અષાઢી મેઘથી જાણે,
છલોછ્છલ છલકે તળાવ મુશળધાર વરસાદથી જાણે,


ને,
લાલ ચટ્ટક કુમકુમથી ભરેલો ચાંદીનો દાબડો જાણે,
દળદાળ શબ્દોનાં ભારથી લચકતું પ્રસિધ્ધ પુસ્તક જાણે,


ને સાંભળ,
એક અનંત ગીત, જેના શબ્દો ઓછા ને સુર જાજા જાણે,
એક છેલછબિલી યુવતીનું વરસાદી મોર નૃત્ય જાણે,


તું સાંભળે છે ને???
મન મારું............તું તો જાણે છે!!
તોયે તને રોજ લખું........મન મારું જાણે.!!
**બ્રિંદા**

Monday, June 4, 2012


રોજ નુ મારું આ લખવું,
ઉકેલાતું હશે અનેક આંખો થી,
ક્યારેક અદ્ર્શ્ય શબ્દો,
લીપી બનીને મળશે તને તરવરતું,
નજરે તો હશે હંમેશ તરતું..!

શબ્દો ના અભાવ
થી પરિવર્તીત થઈને કવિતા અવતરે,
ને પ્રેમ શુન્ય અવકાશ બને
ને પ્રસરે એવું જ હશે ચોક્કસ થતુ.!!

પ્રેમ ને એક સ્વરૂપ ધારીયે તે કેવું?
પ્રેમને આપણે ગમતા હશું કે,
તે પણ આપણું પડ્યું
પાનું નિભાવી લેતું હશે?

તારાપણા ને મારાપણાંમાં
પ્રેમનું રૂપ કેવું મુંજાતું હશે??
ને,'ક્યારેક એ "પણાંઓ"માંથી
છૂટવા એમ જ ઝુરતું હશે.!
**બ્રિંદા**
આ poem મે મારી વોલ પર ઝાડ ઉપર લટકેલા પ્રેમીઓ ને જોઈ લખેલી ,
જે આજે પુરી અહી મુકી.!

As all i know is tht "" Nobody Nobody deserve our life "!
so hanging on trees is escaping .!:) i repeat " Nobody" ! :)
**બ્રિંદા**

રોજ નુ મારું આ લખવું,
ઉકેલાતું હશે અનેક આંખો થી,
ક્યારેક અદ્ર્શ્ય શબ્દો,
લીપી બનીને મળશે તને તરવરતું,
નજરે તો હશે હંમેશ તરતું..!

શબ્દો ના અભાવ
થી પરિવર્તીત થઈને કવિતા અવતરે,
ને પ્રેમ શુન્ય અવકાશ બને 
ને પ્રસરે એવું જ હશે ચોક્કસ થતુ.!!

પ્રેમ ને એક સ્વરૂપ ધારીયે તે કેવું?
પ્રેમને આપણે ગમતા હશું કે,
તે પણ આપણું પડ્યું
પાનું નિભાવી લેતું હશે?

તારાપણા ને મારાપણાંમાં
પ્રેમનું રૂપ કેવું મુંજાતું હશે??
ને,'ક્યારેક એ "પણાંઓ"માંથી
છૂટવા એમ જ ઝુરતું હશે.!
**બ્રિંદા**


આ poem મે મારી વોલ પર ઝાડ ઉપર લટકેલા પ્રેમીઓ ને જોઈ લખેલી ,
જે આજે પુરી અહી મુકી.!

As all i know is tht "" Nobody Nobody deserve our life "!
so hanging on trees is escaping .!:) i repeat " Nobody" ! :)
**બ્રિંદા**