ક્યારેક નથી ખાલીખમ્મ
ને ક્યારેક છલ્લોછલ્લ ભરેલી નહીં,
ને ક્યારેક તસુ યે જાણે હલતું નથી તળે,
ને ક્યારેક ખળભળાટ નહીં તેવુ નહીં,
તોયે મારી દુનીયા માં હું !
ક્યારેક એક શ્વાસ સી તરસ નહીં,
ને ક્યારેક એક ટીંપું તૃપ્તિ નહીં,
તોયે સંપુર્ણ વરસતી વાદળી હું.!
ક્યારેક આખોં ખોલું તો અણું અણું લીલીછમ્મ લીલોતરી નહીં,
ને ક્યારેક અફાટ તપતું રણે ય નહીં,
તોયે નવપલ્લવિત નવલી હું .!
ક્યારેક આકાશનાં તોરણે વેરી દેતી મનને,
ને ક્યારેક વિચારશુન્ય પણ નહી
ને શબ્દોનાં ફોરા ફંગોળતી પણ નહીં ,
તોયે અણમીટ કવિતા હું !
ક્યારેક કિનારે અફળાતા મોજાનું તોફાન પણ નહીં ને,
ને ક્યારેક નીરવતાનો રવ પણ નહીં,
તોયે સામા પવને સૌને માપતી હું!
ક્યારેક વાદળી પણ નહીં ,
ને ક્યારેક હું ગુલાબી પણ નહીં,
છતાં તારા દિલથી દિમાગનું મેઘધનુષ્ય હું !
તું જ ક્યારેક તો કહે.......
હું નથી ને છું તે કોણ છું હું ?
**બ્રિન્દા**
ને ક્યારેક છલ્લોછલ્લ ભરેલી નહીં,
ને ક્યારેક તસુ યે જાણે હલતું નથી તળે,
ને ક્યારેક ખળભળાટ નહીં તેવુ નહીં,
તોયે મારી દુનીયા માં હું !
ક્યારેક એક શ્વાસ સી તરસ નહીં,
ને ક્યારેક એક ટીંપું તૃપ્તિ નહીં,
તોયે સંપુર્ણ વરસતી વાદળી હું.!
ક્યારેક આખોં ખોલું તો અણું અણું લીલીછમ્મ લીલોતરી નહીં,
ને ક્યારેક અફાટ તપતું રણે ય નહીં,
તોયે નવપલ્લવિત નવલી હું .!
ક્યારેક આકાશનાં તોરણે વેરી દેતી મનને,
ને ક્યારેક વિચારશુન્ય પણ નહી
ને શબ્દોનાં ફોરા ફંગોળતી પણ નહીં ,
તોયે અણમીટ કવિતા હું !
ક્યારેક કિનારે અફળાતા મોજાનું તોફાન પણ નહીં ને,
ને ક્યારેક નીરવતાનો રવ પણ નહીં,
તોયે સામા પવને સૌને માપતી હું!
ક્યારેક વાદળી પણ નહીં ,
ને ક્યારેક હું ગુલાબી પણ નહીં,
છતાં તારા દિલથી દિમાગનું મેઘધનુષ્ય હું !
તું જ ક્યારેક તો કહે.......
હું નથી ને છું તે કોણ છું હું ?
**બ્રિન્દા**