ગઝલ ના રસિકો નું પોતીકું ઘર છે ,
કવિતા બધાની આ પાના ઉપર છે .
ગઝલ પોતે ક્યાં રસિક હોય છે ક્યારેય ,
તે તો હ્રદય ના ઘૂંટાયેલા લાલચટ્ટક
લોહી જેમ
આંખોમાં વહે છે ,
જે બીજાની આંખો ના
પાના ઉપર છપાય છે ....
ગઝલ ગાઈને પણ કોઈ ક્યાં ધરાય છે ક્યારેય ,
તે તો ઉસ્શ્વાસ માં ભળી ને
રસભીની સુગંધ હવામાં જીવન ઘોળે છે .....
જે બીજા નો જીવ બને છે ...
ગઝલ રસિકોનું પોતીકું એક માત્ર ,
પ્રેમ નું જીવન છે ,
અરે, એક માત્ર જીવન છે ,
એવો પ્રેમ જે , મૃત્યુ ને ઓળંગી ને ,
જે આકાશ પર અદ્રશ્ય અક્ષરો માં લખાય છે .
**બ્રિન્દા **
કવિતા બધાની આ પાના ઉપર છે .
ગઝલ પોતે ક્યાં રસિક હોય છે ક્યારેય ,
તે તો હ્રદય ના ઘૂંટાયેલા લાલચટ્ટક
લોહી જેમ
આંખોમાં વહે છે ,
જે બીજાની આંખો ના
પાના ઉપર છપાય છે ....
ગઝલ ગાઈને પણ કોઈ ક્યાં ધરાય છે ક્યારેય ,
તે તો ઉસ્શ્વાસ માં ભળી ને
રસભીની સુગંધ હવામાં જીવન ઘોળે છે .....
જે બીજા નો જીવ બને છે ...
ગઝલ રસિકોનું પોતીકું એક માત્ર ,
પ્રેમ નું જીવન છે ,
અરે, એક માત્ર જીવન છે ,
એવો પ્રેમ જે , મૃત્યુ ને ઓળંગી ને ,
જે આકાશ પર અદ્રશ્ય અક્ષરો માં લખાય છે .
**બ્રિન્દા **