મને ખબર છે ,
કાલે તું જ આટલું જ તીવ્ર લખીશ ,
એક હાથે ચશ્માં ઠીક કરી ,
તારી બુઢ્ઢી સ્મૃતિઓ સફેદ વાળ માં સંકોરી ને ,
કસી કસી ને કેટલુંય યાદ કરીને ,
તું મલકાઈ ને પણ તીવ્ર લખીશ !
મને ખબર છે
તને મને ગુમાવ્યા ની પીડા નો ચમકારો ,
વાસમો લાગ્યો તો હશે જ ,
તારા રોમે રોમે માં વસતા ,
મારા ગુલાબો ને પંપાળી ને ,
સુંઘી સુંઘી ને તેમાં ,
લગભગ ભાન ગુમાવી ને ,
તું બેભાન લખીશ !
મને ખબર છે ,
ધ્યાન બેધ્યાન નથી હોતું પ્રેમ માં ,
કદાચ એ જીવતો નથી ને મરતોય નથી ,
માણસ સતત જીવતા હોવા ના ભ્રમ માં ,
તેમ તું પણ મારા હોવા ના સ્વપ્ન માં રાચતા રાચતા ,
દિવાસ્વપ્નો વિષે આગ ઝરતું લખીશ !
મને ખબર છે ,
વાહ , વ્હાલ , વ્યથા ને સુરજ ,ચાંદ નો
તને કંઈ ફેર નથી પડતો ,
પણ , તારા પડછાયા માં સંતાયેલી
મારી સ્મૃતિઓ ને ,ગળે વળગાડી ને
પણ , તું રોતા રોતા
વિજોગણ બની ને તું લખીશ !
મને ખબર છે ,
આખરે તું મારા વિષે જ લખીશ !
**બ્રિન્દા **
કાલે તું જ આટલું જ તીવ્ર લખીશ ,
એક હાથે ચશ્માં ઠીક કરી ,
તારી બુઢ્ઢી સ્મૃતિઓ સફેદ વાળ માં સંકોરી ને ,
કસી કસી ને કેટલુંય યાદ કરીને ,
તું મલકાઈ ને પણ તીવ્ર લખીશ !
મને ખબર છે
તને મને ગુમાવ્યા ની પીડા નો ચમકારો ,
વાસમો લાગ્યો તો હશે જ ,
તારા રોમે રોમે માં વસતા ,
મારા ગુલાબો ને પંપાળી ને ,
સુંઘી સુંઘી ને તેમાં ,
લગભગ ભાન ગુમાવી ને ,
તું બેભાન લખીશ !
મને ખબર છે ,
ધ્યાન બેધ્યાન નથી હોતું પ્રેમ માં ,
કદાચ એ જીવતો નથી ને મરતોય નથી ,
માણસ સતત જીવતા હોવા ના ભ્રમ માં ,
તેમ તું પણ મારા હોવા ના સ્વપ્ન માં રાચતા રાચતા ,
દિવાસ્વપ્નો વિષે આગ ઝરતું લખીશ !
મને ખબર છે ,
વાહ , વ્હાલ , વ્યથા ને સુરજ ,ચાંદ નો
તને કંઈ ફેર નથી પડતો ,
પણ , તારા પડછાયા માં સંતાયેલી
મારી સ્મૃતિઓ ને ,ગળે વળગાડી ને
પણ , તું રોતા રોતા
વિજોગણ બની ને તું લખીશ !
મને ખબર છે ,
આખરે તું મારા વિષે જ લખીશ !
**બ્રિન્દા **