કહું તને ગુજરાત નાથ !!?
અરે ગુજરાતણ ,તો સાંભળ,
જરા મારા દિલ નો સાદ કે
તું જ તો ગુજરાત ની નાથ !!
ખેતર થી ફળી ને,
ફળી થી ચુલા ની તાવડી ,
તાવડી થી શાળા ની પાટલી ,
અનેક સીમાઓ તે વિસ્તારી !
તો યે એક ઘૂંઘટ ,
છુંદણાં શણગારેલ બે હાથથી
ગરવી વાવ ના પાણી,
સીંચતા કેટલી યે મજલો કાપી !
અચરજ કે, કેટલાય સાવજ
કોખે થી ઉછેર્યા તે ,
એ જ તારા રંગ ભરેલા બલોયા ને
એ જ તારી સતરંગી ઓઢણી !
સાવજ ની ડણક જેવી વાણી ,
છતાંયે હૃદયે તો સંતવાણી ,
જીવતર કેવા ને કેટલાય
તે શણગાર્યા રંગીલા દલડા થી !
કહું તને નાથ ??
બસ, તું જ છો તારણહાર !!
દિલ થી તારા આશિષ હો કે
ગુજરાત નો રહે સદા જયજયકાર !
**બ્રિન્દા **
અરે ગુજરાતણ ,તો સાંભળ,
જરા મારા દિલ નો સાદ કે
તું જ તો ગુજરાત ની નાથ !!
ખેતર થી ફળી ને,
ફળી થી ચુલા ની તાવડી ,
તાવડી થી શાળા ની પાટલી ,
અનેક સીમાઓ તે વિસ્તારી !
તો યે એક ઘૂંઘટ ,
છુંદણાં શણગારેલ બે હાથથી
ગરવી વાવ ના પાણી,
સીંચતા કેટલી યે મજલો કાપી !
અચરજ કે, કેટલાય સાવજ
કોખે થી ઉછેર્યા તે ,
એ જ તારા રંગ ભરેલા બલોયા ને
એ જ તારી સતરંગી ઓઢણી !
સાવજ ની ડણક જેવી વાણી ,
છતાંયે હૃદયે તો સંતવાણી ,
જીવતર કેવા ને કેટલાય
તે શણગાર્યા રંગીલા દલડા થી !
કહું તને નાથ ??
બસ, તું જ છો તારણહાર !!
દિલ થી તારા આશિષ હો કે
ગુજરાત નો રહે સદા જયજયકાર !
**બ્રિન્દા **
બહુ સુંદર!
ReplyDelete