Tuesday, September 21, 2010

I am human being ,
with lots of bones and blood,
with a heart full of love,
I am not here to entertain any!

My smile may be like poppy seeds !
To be addicted to it,
I may not allow any !

My heart is always like red rose!
I may not gift it to many!

My eyes have sparks of sun,
I may not shine in eyes of every!

My heart ache sometimes in loneliness !
I may not want embrace of any!

I have whole sky, sun, moon and stars,
God already made me whole,
I may not depend on any!

I will certainly entertain nature!
I will with my all bones,blood,and kindheartedly !

Aamin!

Tuesday, August 24, 2010

Intellectual talk તારી તને બહું ગમે!
મને તો ફાલતું વાતો વ્હાલી લાગે.....

Royal Manners થી ભરેલા behaviorમાં તું રોજ રમે!
મને તો મારી અનાડી અદા મારી પોતાની લાગે......

Antiquateનાં આટાપાટામાં તું discipline ગોતે!
ને મને તો મારી અટ્ટપટ્ટી સારણી બહું સોરવે.......

Knowledgeનાં સાગરમાં તું કેટકેટલાં હલ્લેસાં મારે?!!
ને મને તો સાગર કિનારે આળોટવું ગમે.....

Time is Money કહી money પાછળ બહું પડે!
ને મને તો "Time is mine" ને
" Mines are my time" એવું કેમ લાગે?

હું ને તું આમ તો સાવ અડોઅડ!
પણ તું મને ક્ષિતિજ સમ કેમ લાગે?

**બ્રિંદા**

Wednesday, August 18, 2010

ઓ પિયા !
મારા શબ્દો જ મને ક્યારેક છેતરે વળી, તને શું કહું?
મારાં ટેરવાં ને આંખને હું વિશ્વાસું માનું, સાચું?

મારાં ટેરવાં તને,જેવો છે તું તેવો જ સ્પંદે , શું કહું?
મારી આંખ કાયમ મારાં માહ્યલાને તારામાં ગોતે, એજ સાચું.

શબ્દો તો કાયમ શોભાનાં પુતળાં જ હોય છે, શું કહું?
જાણે શણગારેલાં ને હારતોરા કરેલા, સાચું?

ઓ પિયા!!
નજર ને શ્વાસની આપલેની ભાષા અનેરી, શું કહું?
જે મુંગા મુંગા આપણાં અનોખા જગને જીતે,તુ કહે સાચું?

ઓ પિયા!
મારાં ટેરવાં ને આંખ તને કાયમ ઝંખે! તને શું કહું?
**બ્રિંદા**
ઍક સાંજ તારે ને મારે નામ કર તું અમસ્તીજ,
માંગીતી મે જે હરદમ મારા હર દમથી બસ એમજ,

તું પણ એજ હોઇશ ને, તારી પાસે હું પણ એજ,
પણ સાંજનાં સોનેરી તડકામાં આપણે ઢળશું સહેજ,

તું મને કહેજે વાતો કારણ વગરની ખૂબ જ,
ને હું પણ તારામાં ભળીશ જાણે સાંજ ભળે રાતમાં એમ જ,

ઘરનાં આગળના વ્હાલનાં દરિયામાં એમ પણ હશે જ,
પાર વગરનાં લાગણીનાં માછલાં સાચ્ચે જ,

નહીંતર તું ને હું નહાઈએ ક્યાંથી ઉછળતાં મોજામાં એમ જ,
એક સાંજ તું આપ મને આજ મારે નામ સાચે સાચ જ!!

**બ્રિંદા**

Sunday, July 11, 2010

તસ્વીર ને જોઈને તને શું વળશે?
એ સ્પંદન તને ક્યાંથી મળશે?
રુબરુ હું ને તું, એ ખળખળ વહેતી ધારા!!
કચકડાંની પટ્ટીને વળી વહેણ ક્યાં મળે?
આમને સામને તો રોજે જ ફેલાતું રોમાંચીત રોમ !!
સુવાળાં ચિત્રને વળી એ પ્રેમ ક્યાં મળે??
આંખનું આંખથી ધેરાતુંએ ગુલાબી ધુમ્મસ,
રંગીન ચિત્રપટ્ટીને વળી એ ભીનાશ ક્યાં મળે??
ટેરવાંનાં એ" સ્પર્શથી મચતો એ ખળભળાટ,
તસ્વીરનાં ઠંડા કાગળને તારા ટેરવાં, એ સ્પર્શ શું આપે?
*બ્રિંદા*

Thursday, July 8, 2010

તારા અવાજન મને બીક લાગે,

જાણે તું એક ગરજતો વાદળ જે,
તૈયારીમાં ધોધમાર વરસવા મારા પર !

ગરજતો થરકતો અવાજ તારો જે.
થરકતો કાયમ મારા હૃદયની ધડકનો પર!!

જાણે તું એક ગરજતો સાગર જે ,
ઉછળી-કુદીને તૈયાર કિનારા પાર કરવા પર!

ભીષણનાદ-શીતસીકરોથી આવેગવંતો જે,
ઘૂમી વળતો મારા નસનસના આવેગો પર !

જાણે તું એક ચેતનવંતો અસવાર જે,
સીકંદરની જેમ, વિશ્વને જીતવા પર !

જાણે આવતો અવાજ તારો જાય મારા હૃદયના રસ્તે જે,
ખળભળાટ મચાવે મારા સમગ્ર અસ્તિત્વ પર!!

તારા અવાજ્ની મને બીક લાગે ..............!!


**બ્રિંદા**

Thursday, July 1, 2010

શબ્દોને તું કાંતે છે...! શબ્દોને તું કેટલું ચાળે છે !?
તારી બિલ્લોરી આંખોની આરપાર તેને વિંધે છે...!

શબ્દોનાં તળીયે વારેવારે ડુબકી લગાવે છે,શબ્દોમાં તું બહુ તરે છે,
પણ અંતે તું શું કાયમ મોતી પામે છે??

શબ્દો પડ્યા મો'એથી તે તું ઝીલીઝીલીને ને ડુંગરો બનાવે છે !
શબ્દોની મિઠાસને મારીને તેને ઝીણીઝીણી વાટીને જાણે તીખી બનાવે છે !!

શબ્દો તો ગુલાબ ને જાણે ગુલાબ જળ છે,તેની ભીનાશ અનુપમ છે !
ને તું ખુશ્બુ ની બદલે કાંટા લે છે !!

શબ્દોનાં ઝુલા પર ઝુલતી હું તો આભની અટારીએ ઝુલું,
ને તું ઝુલવાને બદલે તેમા કેમ ફંગોળાય છે??
**બ્રિન્દા**