એક પાતળી ભેદ-રેખા ..
તારી ને મારી વચ્ચે......
પ્રેમ અને લાગણી - તારી શું કે મારી શું?
ધિક્કાર અને માયા - તારા શું કે મારા શું?
એક પાતળી ભેદ -રેખા...
મારી અને તારી વચ્ચે..........
તું તો ઓગળે અને તરે.. તારામાં શું કે મારામાં ?
તું તો પિગળે અને ફેલાય....મારામાં શું કે તારામાં ?
એક પાતળી ભેદ-રેખા..
તારી અને મારી વચ્ચે ...
કોને ઓગાળે છે ,ગુમાન ને, પ્રેમ ને,
ધીક્કાર ને, -મારામાં શું કે તારામાં ?
કોને ભુલે છે ,પોતા ને , બિજા ને,
કે મને, - તારા માં શું કે મારા માં?
એક પાતળી ભેદ-રેખા...
દેખાયછે તને? - તારામાં શું કે મારામાં?
**બ્રિન્દા**
Monday, January 25, 2010
Friday, November 27, 2009
**માધ્યમ**
કોઇ માધ્યમ ક્યાં જોઈયે છે તને.........!
કોઇ માધ્યમ ની ક્યાં જરુર છે તને.........!
હવાની જેમ વળગે છે મને ,
ખુલ્લી બારીમાંથી ઠંડા વાયરા જેવો ,
બરફ્ની જેમ ખુંચે છે મને.........!
ગેરહાજરી છતાં હાજરી જણાય છે મને ,
શ્વાસ ગુંગળાય તેમ વિંટળાય છે મને .
કોઇ વાર ફુલો ની જેમ મોહરે છે મને ,
ટહુકાની જેમ ટહુકીને પલ્લવિત કરે છે મને ,
પણ...........
આટઆટલી વસન્ત મ્હોરી છે મને
પણ્ ,
પતન્ગીયાની જેમ ક્યાં ફરકે છે મારી કને ?
**બ્રિન્દા**
કોઇ માધ્યમ ક્યાં જોઈયે છે તને.........!
કોઇ માધ્યમ ની ક્યાં જરુર છે તને.........!
હવાની જેમ વળગે છે મને ,
ખુલ્લી બારીમાંથી ઠંડા વાયરા જેવો ,
બરફ્ની જેમ ખુંચે છે મને.........!
ગેરહાજરી છતાં હાજરી જણાય છે મને ,
શ્વાસ ગુંગળાય તેમ વિંટળાય છે મને .
કોઇ વાર ફુલો ની જેમ મોહરે છે મને ,
ટહુકાની જેમ ટહુકીને પલ્લવિત કરે છે મને ,
પણ...........
આટઆટલી વસન્ત મ્હોરી છે મને
પણ્ ,
પતન્ગીયાની જેમ ક્યાં ફરકે છે મારી કને ?
**બ્રિન્દા**
**સ્વયંમ**
સ્વયંમની કિતાબમાં મનનું પાનું એક રાખ ,
ખુદની આંખમાં જોઇ ધાર્યું કરવાની ટેક રાખ ,
જ્યારે પણ એ પળ આવે યાદ ,
તેમા ખોવાઈ જવાનું રાખ !
આયનામાં જોવે જ્યારે ખુદને
તેમાં ક્યારેય પસ્તાવો ના રાખ્,
સ્વયંમની કિતાબ ખુલ્લી કરતાં,
તારી પોતાની એક પંક્તિ અળગી રાખ !
સ્વયંમ ઈશ્વરે બનાવ્યો તને ,
પ્રેમ આપવા, પ્રેમ કરવા ,
તેમાંથી છટકવાનું ન રાખ ,
જ્યારે આવ્યાજ છીયે આ જગમાં ,
તો "અસ્તિત્વ" કબુલ કરવાનું રાખ !!
**બ્રિન્દા**
સ્વયંમની કિતાબમાં મનનું પાનું એક રાખ ,
ખુદની આંખમાં જોઇ ધાર્યું કરવાની ટેક રાખ ,
જ્યારે પણ એ પળ આવે યાદ ,
તેમા ખોવાઈ જવાનું રાખ !
આયનામાં જોવે જ્યારે ખુદને
તેમાં ક્યારેય પસ્તાવો ના રાખ્,
સ્વયંમની કિતાબ ખુલ્લી કરતાં,
તારી પોતાની એક પંક્તિ અળગી રાખ !
સ્વયંમ ઈશ્વરે બનાવ્યો તને ,
પ્રેમ આપવા, પ્રેમ કરવા ,
તેમાંથી છટકવાનું ન રાખ ,
જ્યારે આવ્યાજ છીયે આ જગમાં ,
તો "અસ્તિત્વ" કબુલ કરવાનું રાખ !!
**બ્રિન્દા**
Tuesday, September 15, 2009
Sunday, September 6, 2009
તારી ધુમ્મસ ભરેલી આંખમાં
મારે ડુબવું છ , પણ કેમ ડુબવું ?
મારી યાદથી ભરેલા ઉજાગરાથી
લાલ આંખો માં તરવુ છે ,પણ કેમ તરવું?
તારી પ્રેમની પ્રચુર લાગણીના નશીલા હાસ્યમાં
પ્રેમથી ધેરાવું છે ! પણ કેમ ધેરાવું ?
તારા વીશાળ હાથની હથેળી,ક્યારેય છુટી ન હતી જે,
કદી ના છુટું! પણ કેમ પકડું ?
તારી નજર .. કરવતી નજર ,,
બને છે ખન્જર દિલ માં !પણ કેમ મરવું?
તારા કઠણ કાળજાની ભીતર માં !!
ખિલવેલું મ્રારું ફુલ,,કેમ ઉછેરું?
તારી ધુમ્મસ ભરેલી આંખનાંઊંડાણમાં !!
પ્રેમથી ડુબી તને પ્રેમ બતાવીશ !!
પણ........તું છે ક્યાં? તે બતાવીશ?
**બ્રિન્દા**
મારે ડુબવું છ , પણ કેમ ડુબવું ?
મારી યાદથી ભરેલા ઉજાગરાથી
લાલ આંખો માં તરવુ છે ,પણ કેમ તરવું?
તારી પ્રેમની પ્રચુર લાગણીના નશીલા હાસ્યમાં
પ્રેમથી ધેરાવું છે ! પણ કેમ ધેરાવું ?
તારા વીશાળ હાથની હથેળી,ક્યારેય છુટી ન હતી જે,
કદી ના છુટું! પણ કેમ પકડું ?
તારી નજર .. કરવતી નજર ,,
બને છે ખન્જર દિલ માં !પણ કેમ મરવું?
તારા કઠણ કાળજાની ભીતર માં !!
ખિલવેલું મ્રારું ફુલ,,કેમ ઉછેરું?
તારી ધુમ્મસ ભરેલી આંખનાંઊંડાણમાં !!
પ્રેમથી ડુબી તને પ્રેમ બતાવીશ !!
પણ........તું છે ક્યાં? તે બતાવીશ?
**બ્રિન્દા**
Sunday, July 5, 2009
મારું મૃત્યુ...!!
************
ગરમ રોટલી શેકતી, નરમ આંગળી મારી....
પડેલી છે ઠંડી ફર્શ પર નિર્જીવ આંગળી મારી....
સફેદ મોગરાની વેણીનો નાગણ્ કાળો ચોટ્લો મારો...
પડેલો છે ઠંડી ફર્શ પર જાણે આખરી ઓશિકું મારુ.....
ચમકતી દમકતી આંખો નાં એ તારાઓ મારા....
ઢળેલા છે ઠંડા ગાલ પર આખરી આરામ માં.....
ઘંટડી વગાડતું અને ખિલખિલતું હાસ્ય મારુ...
પડેલું છે ઠંડા ઉદાસ વાતાવરણ માં પડઘાતું
તારી યાદોમાં આખરી મારું....
અન્તિમ ક્ષણો થિજેલા બરફ જેવી અસહ્ય .....
થોડી ક્ષણો પછી થશે પિગળતી ઓગળતી.....
અસ્તિત્વ હતું ના હતું થશે...
મૃત્યુમ કેવું પરમ સત્ય આપે છે ગોઝરું..!!
તારા ને મારા નજરો ના તારથી ધબકતું ઉર મારૂં...,
કોઇની નજર લાગીને હવે તારા ઉર માં જ છે મારું...!!
**બ્રિન્દા**
મારા પ્રિય નાનીજીના મૃત્યુ પર મે આ લખી છે..
મારા નાનીમા..દાદીમા અને મારા નાનીજી સાસું,,
ત્રણેય મારા "રોલ મોડેલ" હતા,,,
તેઓ મારા હ્રદયમા હમેશાં જિવન્ત રહેલા છે.....**
************
ગરમ રોટલી શેકતી, નરમ આંગળી મારી....
પડેલી છે ઠંડી ફર્શ પર નિર્જીવ આંગળી મારી....
સફેદ મોગરાની વેણીનો નાગણ્ કાળો ચોટ્લો મારો...
પડેલો છે ઠંડી ફર્શ પર જાણે આખરી ઓશિકું મારુ.....
ચમકતી દમકતી આંખો નાં એ તારાઓ મારા....
ઢળેલા છે ઠંડા ગાલ પર આખરી આરામ માં.....
ઘંટડી વગાડતું અને ખિલખિલતું હાસ્ય મારુ...
પડેલું છે ઠંડા ઉદાસ વાતાવરણ માં પડઘાતું
તારી યાદોમાં આખરી મારું....
અન્તિમ ક્ષણો થિજેલા બરફ જેવી અસહ્ય .....
થોડી ક્ષણો પછી થશે પિગળતી ઓગળતી.....
અસ્તિત્વ હતું ના હતું થશે...
મૃત્યુમ કેવું પરમ સત્ય આપે છે ગોઝરું..!!
તારા ને મારા નજરો ના તારથી ધબકતું ઉર મારૂં...,
કોઇની નજર લાગીને હવે તારા ઉર માં જ છે મારું...!!
**બ્રિન્દા**
મારા પ્રિય નાનીજીના મૃત્યુ પર મે આ લખી છે..
મારા નાનીમા..દાદીમા અને મારા નાનીજી સાસું,,
ત્રણેય મારા "રોલ મોડેલ" હતા,,,
તેઓ મારા હ્રદયમા હમેશાં જિવન્ત રહેલા છે.....**
Subscribe to:
Posts (Atom)