શબ્દોનાં વ્યાપ નો ભાર એટલો ભારે લાગે છે હવે ,
કે, કદાચ ક કે ખ - જ્ઞ ,
એક જ શબ્દ માં જીવન લખીશ ,તો ચાલશે હવે ,
શબ્દોનાં અર્થ ડિક્ષનેરી બહારનાં છે હવે ,
ભાષાઓ દુનિયાની બહારની સાવ છે હવે ,
શબ્દો પસ્તીનાં ભાવથી વેંચાય છે હવે,
વાપરો...વાપરો...ક્યાં મારે વ્યાજ એનું ભરવાનું છે હવે ,
શબ્દો નાં શ્વાસ ખુટે ને લાગણીઓ સાવ જ ખુટે હવે,
તો પણ, ખોબલે ખોબલે વગોવો ને વાગોળો હવે ,
શબ્દો બોલે ને મૌન પણ બોલે છે ,લ્યો, હવે તો....
બન્ને બરાબર સમાનરુપે તોલી ને સામે અપાય છે હવે !!
**બ્રિંદા**

સાચી વાસ્તવિકતા
ReplyDelete