Tuesday, March 21, 2017

મારું ચાલે તો શબ્દોને બદલે ,
૦ થી ૯ ની જ દુનિયા  બનાવી દ​ઊં.

ખાલી ખાલી લખ​વું ને બોલ​વું,
આંકડાની માયાજાળમાં,માયાનગરી જ એક રચી કેમ ન દ​ઊં.!!?

તું જ કહે કે આંકડા જ ચાલે છે ને ?,
તો થોડા આંકડાવેરી ને હજુરીયા તારી પાછળ ઉભા કરી દ​ઊં!

જીહજુરીયાની ક્યાં કમી રહી છે ક્યારેય​,
તું કહે તો ખાલી ચેકબુક રાખી બાકીની બુક્સ ફેરીયા ને કેમ ન વેંચી દ​ઊં !!?

કારભાર કેટલોય કર્યો આ જીવન નાં સર​વૈયામાં તું જુવે છે ને?
બસ, ખાલી આંકડાઓ જ કેમ વધે છે,લાગણીના પાકા સરવૈયામાં ખોલી ને જ્યાં જોવું ?

ખરીદનાર તો છું, તો વેંચાનાર ની ક્યા કમી જ છે !!?
તો કેમ ન આંકડા બધા જ નાં ખેલી લ​ઊં !!??
**બ્રિન્દા**

Saturday, March 26, 2016

માયા - ઝંઝાળ ને - ઝાંઝ​વામાં ફરું ,
જાણે, મ્રુગજળની દોડમાં કેવી કેવી ગાથા કરું ?

સંસાર - ચક્ર -ને અંતે અંત ને ગ્રહું ,
જાણે, શ્વાસ - લય​- ને પ્રેમ ને તોયે સ્મરું ,

દોડું - થોભું - ને કાયમ અનુસરું,
જાણે , પળપળ જન્મું- મરું- ને ત્યાગું ,

ખરીદું, ધારણ કરું- ને છેલ્લે વહેચું,
જાણે પોતાપણું- સ્વ - ને નિજ ને ઓગાળું,

જણું, ફરી ફરી ને - જણું ને છોડું,
જાણે, પ્રેમ્- લાગણી ને પોષુંને સંકેલું ,

સ્નેહ - કરુણા ને ગ્રાહી ને નફરત ને છોડું,
ધ્રૂણા ને તેથી સ્નેહ કરુણા માં કેમ ન સંકેલું ,

સહેલું, તુર્ત જ​- ખરીદ​વું, બીકાવ છે દરેક અંતે તો ,
જાણે છે તું કે, જણવું, પાળ​વું, અનેપોષ​વું  હંમેશા છે ,તે બહુ અઘરું !
**બ્રિંદા**
Brinda Mankad
 શબ્દોનાં વ્યાપ નો ભાર એટલો ભારે લાગે છે હ​વે ,
કે,  કદાચ ક કે ખ - જ્ઞ ,
એક જ શબ્દ માં જીવન લખીશ ,તો ચાલશે હ​વે ,

શબ્દોનાં અર્થ ડિક્ષનેરી બહારનાં છે હ​વે ,
ભાષાઓ દુનિયાની બહારની સાવ છે હ​વે ,

શબ્દો પસ્તીનાં ભાવથી વેંચાય છે હ​વે,
વાપરો...વાપરો...ક્યાં મારે વ્યાજ એનું ભર​વાનું છે હ​વે ,

શબ્દો નાં શ્વાસ ખુટે ને લાગણીઓ સાવ જ ખુટે હ​વે,
તો પણ​, ખોબલે ખોબલે વગોવો ને વાગોળો હ​વે ,

શબ્દો બોલે ને મૌન પણ બોલે છે ,લ્યો, હ​વે તો....
બન્ને બરાબર સમાનરુપે તોલી ને સામે અપાય છે હ​વે !!
**બ્રિંદા**

Thursday, February 6, 2014

રોજ એની છાતી એ ફુટતા રતુંબડા ટહુકા એવા તો  વસંતના.
ધબકતા ટહુકાને રતુંબડી તર્જની એ પકડી એ રેલાવે સુર
વસંત ના.

 લાલધુમ્મ   લોહી બની ને તોફાન એની છાતીમાં હિલ્લોળા લે,
તેના ગુલ્લાબી વાયરામા સપના નાં એ હોડકાઓ ભરે વસંતનાં.

આંખ્યું ના ટશ્યાં લાલઘુમ્મ ,ને તોયે  
કેટ્કેટ્લુ ય મરકે,
ને ગુલ્લાબી તેના આ બાગમાં જાણે કેટલાય ચાતકો ઉડે
વસંતમાં.

સધસ્નાતા એ આજ ને જલયુક્ત કેશ ની ફોરમ જાણે છે શ્વાસ​ વસંતનાં,
પિન્ડમાં લ​ઈ ધબકતું ચોમાસું  એ ચાલે ન​વોઢા  સમ  વસંતમાં.

એનું જાણે "સમસ્ત​" ક​ઈ છે જ નહિં આ  વસંતમાં,
છતાંય જાણે તે જ " સમસ્ત " છે આ આખ્ખાય વસંત માં.!
**બ્રિન્દા**

Thursday, January 16, 2014

તે પૂછ્યું , "બોલ , એ વેદના  છે કે નહીં ?
આ આંખો માં મદ ને હોઠો પર સ્મિત ,સખી ,
પણ એ મદિલા નયનો માં વેદના છે કે નહિ ?"

ને મેં કહ્યું ,
વેદના એ -પ્રેમ નું સંતાન છે ઔનારસ !
પ્રથમ પગથીયું ,જિંદગી  તાવવા નું !
જિંદગી નું તાપણું , પ્રેમ ની જ્વાલા નું દાજાતું આલિંગન !

તપ થી પણ ઉચેરો એનો તાપ !
ને જપ થી લાખેણો એનો જાપ  !
લાખ ચૌરાસી કરી જાપો તોયે કશેક ખૂટી જાય શ્વાસો !

જીંદગી ના "એ " અંતિમ પર પહોચવા મથતું એ ઝાંઝવું !
તો બોલ તું જ હવે એ વેદના છે કે નહિ ?
મારો પ્રેમ એ જ વેદના કે નહિ ?
**બ્રિન્દા **

Monday, June 17, 2013

મને ખબર છે ,
કાલે તું જ આટલું જ તીવ્ર  લખીશ ,
એક હાથે ચશ્માં ઠીક કરી ,
તારી  બુઢ્ઢી સ્મૃતિઓ સફેદ વાળ માં સંકોરી ને ,
કસી કસી ને કેટલુંય યાદ કરીને ,
તું મલકાઈ  ને પણ તીવ્ર લખીશ !

મને ખબર છે
તને મને ગુમાવ્યા ની પીડા નો ચમકારો ,
વાસમો લાગ્યો તો હશે જ ,
તારા રોમે રોમે માં વસતા ,
મારા ગુલાબો ને પંપાળી ને ,
સુંઘી સુંઘી ને તેમાં ,
લગભગ ભાન ગુમાવી ને ,
તું બેભાન લખીશ !

મને ખબર છે ,
ધ્યાન બેધ્યાન નથી હોતું  પ્રેમ માં ,
કદાચ એ જીવતો નથી ને મરતોય નથી ,
માણસ સતત જીવતા હોવા ના ભ્રમ માં ,
તેમ તું  પણ મારા હોવા ના સ્વપ્ન માં રાચતા રાચતા ,
દિવાસ્વપ્નો વિષે આગ ઝરતું લખીશ !

મને ખબર છે ,
વાહ , વ્હાલ , વ્યથા ને સુરજ ,ચાંદ નો
તને કંઈ ફેર નથી પડતો ,
પણ , તારા પડછાયા માં સંતાયેલી
મારી સ્મૃતિઓ ને ,ગળે  વળગાડી ને
પણ , તું રોતા રોતા
વિજોગણ   બની ને તું લખીશ !

મને ખબર છે ,
આખરે તું મારા વિષે જ લખીશ !
**બ્રિન્દા **

Friday, May 3, 2013

કહું  તને ગુજરાત  નાથ !!?
અરે ગુજરાતણ ,તો સાંભળ,
જરા મારા દિલ નો સાદ કે
તું જ તો ગુજરાત ની નાથ !!

ખેતર થી ફળી  ને,
ફળી  થી ચુલા ની તાવડી ,
તાવડી થી શાળા ની પાટલી ,
અનેક સીમાઓ તે વિસ્તારી !

તો  યે એક ઘૂંઘટ ,
છુંદણાં શણગારેલ બે હાથથી
ગરવી વાવ ના પાણી,
સીંચતા  કેટલી યે  મજલો  કાપી  !

અચરજ  કે, કેટલાય સાવજ
કોખે થી ઉછેર્યા  તે ,
એ જ તારા રંગ ભરેલા બલોયા ને
એ જ  તારી  સતરંગી ઓઢણી !

સાવજ ની ડણક જેવી વાણી ,
છતાંયે હૃદયે  તો સંતવાણી ,
જીવતર કેવા ને કેટલાય
તે શણગાર્યા રંગીલા દલડા થી !

કહું  તને નાથ ??
બસ, તું જ છો તારણહાર !!
દિલ થી તારા આશિષ હો કે
ગુજરાત નો રહે સદા જયજયકાર !
**બ્રિન્દા **