Sunday, July 5, 2009

મારું મૃત્યુ...!!
************

ગરમ રોટલી શેકતી, નરમ આંગળી મારી....
પડેલી છે ઠંડી ફર્શ પર નિર્જીવ આંગળી મારી....

સફેદ મોગરાની વેણીનો નાગણ્ કાળો ચોટ્લો મારો...
પડેલો છે ઠંડી ફર્શ પર જાણે આખરી ઓશિકું મારુ.....

ચમકતી દમકતી આંખો નાં એ તારાઓ મારા....
ઢળેલા છે ઠંડા ગાલ પર આખરી આરામ માં.....

ઘંટડી વગાડતું અને ખિલખિલતું હાસ્ય મારુ...
પડેલું છે ઠંડા ઉદાસ વાતાવરણ માં પડઘાતું
તારી યાદોમાં આખરી મારું....

અન્તિમ ક્ષણો થિજેલા બરફ જેવી અસહ્ય .....
થોડી ક્ષણો પછી થશે પિગળતી ઓગળતી.....
અસ્તિત્વ હતું ના હતું થશે...
મૃત્યુમ કેવું પરમ સત્ય આપે છે ગોઝરું..!!

તારા ને મારા નજરો ના તારથી ધબકતું ઉર મારૂં...,
કોઇની નજર લાગીને હવે તારા ઉર માં જ છે મારું...!!

**બ્રિન્દા**

મારા પ્રિય નાનીજીના મૃત્યુ પર મે આ લખી છે..

મારા નાનીમા..દાદીમા અને મારા નાનીજી સાસું,,
ત્રણેય મારા "રોલ મોડેલ" હતા,,,
તેઓ મારા હ્રદયમા હમેશાં જિવન્ત રહેલા છે.....**

4 comments:

  1. જયારે ગરમ રોટલી શેકાય ,યાદ આવે બડબડ તી ચીતા ની આગ
    નરમ આંગળી ત્યારે નિર્જીવ થયે જાય મારી....
    કલ્પના મા સારી પડુ દેખાય મને જીવન મારુ.
    જયારે જોવ ફુલો નો હાર ત્યારે અન્તિમ વિદાય દેખાય મારી.....
    ચમકતી દમકતી આંખો નાં આ તારાઓ બુજાય જાશે એક દીવસ મારા....
    પછિ ખિલખિલાતું હાસ્ય પડઘી શાન્ત થશે મારુ...
    થોડી ક્ષણો પછી થશે અસ્તિત્વ નામશેષ મારુ
    મૃત્યુ આ પરમ સત્ય છે ભલે લાગે તે ગોઝરું..!!

    રાજ ની રચના - આ રચના નથી છે શ્રધાન્જલિ ન ૨ શબ્ધ
    ૧૦:૪૫ રાત્રે ૩૧/૦૮/૨૦૦૯

    ReplyDelete
  2. મિત્રો એક ઘટના ઘટી તેના પર ચિન્તન કર્યુ. હવે શુ કરવાનુ?
    મૃત્યુ ન આ પરમ સત્ય ને કરવાનુ નિયારુ
    આવો, ફુલો નો હાર જેવુ જીવન મેહકાવી
    ભલે ચમકતી દમકતી આંખો નાં આ તારાઓ બુજાય જાય મારા પણ કોઇ ને આંખો નાં આ તારાઓ બની જીવન જ્યોત પ્રગટવીએ.
    નહિ થાયે અસ્તિત્વ નામશેષ મારુ ફકત નામ થશે નાશ મારુ.
    મૃત્યુ આ પરમ સત્ય ને સ્વીકારી સીધ્ધ થશે નામ મારુ.
    રાજ ની રચના - જીવન ને સફળ કરવાનો એક પ્રયાસ
    ૧૦:૪૫ રાત્રે ૩૧/૦૮/૨૦૦૯

    ReplyDelete
  3. ખુબ જ ઊંડું ચિંતન અને ઊંડી લાગણી!

    [violet]મારા બ્લોગની મુલાકાત લેશો તમને જરૂરથી તે ગમશેઃ તાજા કલમ,[/violet]
    http://pravinshrimali.wordpress.com" ઝુંબેશ…જાગો યુવા જાગો
    !! ભાગ-૧ અને http://pravinshrimali.wordpress.com"
    તમે આટલું તો કરી જ શકો…યુવા ઝુંબેશ…જાગો…યુવા..જાગો !! ભાગ-૨
    "http://pravinshrimali.wordpress.com" "શુભ -
    અશુભ ! સાચું કોણ ? જયોતિષ કે આપણી માનસિકતા ?! "

    ReplyDelete
  4. sweet heart u dont know how much i love u, i have tears in my eyes when i am writting this so keep it up and let everybody know who u r

    ReplyDelete