Saturday, May 22, 2010

ચાલ ને સંતાઈ જઈયે એક્બીજાથી થોડા દિવસ,
એ શું વિચારોની રોજ્ની તારી સાથે સંતાકુકડી !!

તું જા સંતાયને હુ કરું તારો ક્યારેક થપ્પો !
એવું કૈક કરીયે હું ને તું મળીયે નહિ થોડા દિવસ !!

દિલ થી રઘવાયા થવું ને ઉદાસ થવું થોડું ઘણું કરવા જેવું,
તુ મને યાદ કરે ને હુ થાવ હાજર એવુ તે વળી શું?

હુ તને ભૂલું જ નહી ને યાદ જ કરૂં તે વળી શું?
હું ને તું એકબીજામાં જીવીયે આખા આખા દીવસ ,

તેના કરતા એક્બીજા ની બહાર જીવવાનું કરવા જેવું,
તું દોડી ને ના આવ તો ઉદાસ થવાનું તેવું કરવા જેવું ?

પણ એક શરતથી રમીયે આ થોડા દિવસ,
હું સાદ તને પાડું કે ના પાડું..તુ દોડી આવ,આવ...!!
**બ્રિન્દા**

2 comments:

  1. ghanu saras brinbdaben... sauthi saras..
    તું જા સંતાયને હુ કરું તારો ક્યારેક થપ્પો !
    એવું કૈક કરીયે હું ને તું મળીયે નહિ થોડા દિવસ !!

    ReplyDelete
  2. પણ એક શરતથી રમીયે આ થોડા દિવસ,
    હું સાદ તને પાડું કે ના પાડું..તુ દોડી આવ,આવ...!!

    softwer ni taklif ne karne aaje english ma type karu chhu maaf karsho
    kavita no upad ane madhya jane kantale le hoy dharai gaya hoy teva yugal no laage pan kaviyitri e khoobii purvak chhelli be pankti ma muki ne ENA ke MANA vagar pote nahi rahi shake e batavi didhu chhe
    mari drushti e kavita no ant aavta pahela darekne em laage ke khoob dharai gayela yugal mahe nu ek have dur java mage chhe kai nahi to kanta el lage chhe pan khoobi purvak ni lakha eli chheli pankti o TAARA VAGAR HU NAHI RAHI SHAKU evi vaat no nirdesh kari aagal ni badhi vaat no chhed udadi de chhe

    ReplyDelete