Friday, May 3, 2013

કહું  તને ગુજરાત  નાથ !!?
અરે ગુજરાતણ ,તો સાંભળ,
જરા મારા દિલ નો સાદ કે
તું જ તો ગુજરાત ની નાથ !!

ખેતર થી ફળી  ને,
ફળી  થી ચુલા ની તાવડી ,
તાવડી થી શાળા ની પાટલી ,
અનેક સીમાઓ તે વિસ્તારી !

તો  યે એક ઘૂંઘટ ,
છુંદણાં શણગારેલ બે હાથથી
ગરવી વાવ ના પાણી,
સીંચતા  કેટલી યે  મજલો  કાપી  !

અચરજ  કે, કેટલાય સાવજ
કોખે થી ઉછેર્યા  તે ,
એ જ તારા રંગ ભરેલા બલોયા ને
એ જ  તારી  સતરંગી ઓઢણી !

સાવજ ની ડણક જેવી વાણી ,
છતાંયે હૃદયે  તો સંતવાણી ,
જીવતર કેવા ને કેટલાય
તે શણગાર્યા રંગીલા દલડા થી !

કહું  તને નાથ ??
બસ, તું જ છો તારણહાર !!
દિલ થી તારા આશિષ હો કે
ગુજરાત નો રહે સદા જયજયકાર !
**બ્રિન્દા **

1 comment: