Saturday, March 26, 2016

માયા - ઝંઝાળ ને - ઝાંઝ​વામાં ફરું ,
જાણે, મ્રુગજળની દોડમાં કેવી કેવી ગાથા કરું ?

સંસાર - ચક્ર -ને અંતે અંત ને ગ્રહું ,
જાણે, શ્વાસ - લય​- ને પ્રેમ ને તોયે સ્મરું ,

દોડું - થોભું - ને કાયમ અનુસરું,
જાણે , પળપળ જન્મું- મરું- ને ત્યાગું ,

ખરીદું, ધારણ કરું- ને છેલ્લે વહેચું,
જાણે પોતાપણું- સ્વ - ને નિજ ને ઓગાળું,

જણું, ફરી ફરી ને - જણું ને છોડું,
જાણે, પ્રેમ્- લાગણી ને પોષુંને સંકેલું ,

સ્નેહ - કરુણા ને ગ્રાહી ને નફરત ને છોડું,
ધ્રૂણા ને તેથી સ્નેહ કરુણા માં કેમ ન સંકેલું ,

સહેલું, તુર્ત જ​- ખરીદ​વું, બીકાવ છે દરેક અંતે તો ,
જાણે છે તું કે, જણવું, પાળ​વું, અનેપોષ​વું  હંમેશા છે ,તે બહુ અઘરું !
**બ્રિંદા**
Brinda Mankad

1 comment:

  1. અગત્યની વાત એ છે કે સનાતન સત્યો ને સમજી શકે .....પાયાની બાબત મા જીવે એ આ લખી શકે....વાસ્તવ વાદી રચના

    ReplyDelete