Friday, November 27, 2009

**સ્વયંમ**
સ્વયંમની કિતાબમાં મનનું પાનું એક રાખ ,
ખુદની આંખમાં જોઇ ધાર્યું કરવાની ટેક રાખ ,
જ્યારે પણ એ પળ આવે યાદ ,
તેમા ખોવાઈ જવાનું રાખ !

આયનામાં જોવે જ્યારે ખુદને
તેમાં ક્યારેય પસ્તાવો ના રાખ્,
સ્વયંમની કિતાબ ખુલ્લી કરતાં,
તારી પોતાની એક પંક્તિ અળગી રાખ !

સ્વયંમ ઈશ્વરે બનાવ્યો તને ,
પ્રેમ આપવા, પ્રેમ કરવા ,
તેમાંથી છટકવાનું ન રાખ ,
જ્યારે આવ્યાજ છીયે આ જગમાં ,
તો "અસ્તિત્વ" કબુલ કરવાનું રાખ !!

**બ્રિન્દા**

2 comments:

  1. આયનામાં જોવે જ્યારે ખુદને
    તેમાં ક્યારેય પસ્તાવો ના રાખ્,aa bahuj gamiyu.
    સુંદર રચના........

    ખુબ સરસ અને મઝાની

    અદભુત.અદભુત.અદભુત.અદભુત.અદભુત.અદભુત.અદભુત.

    ReplyDelete
  2. wah wah
    akhi j poem mast che...keep it
    shilpa..
    ....
    http://shil1410.blogspot.com/ .........

    ReplyDelete