Thursday, July 1, 2010

શબ્દોને તું કાંતે છે...! શબ્દોને તું કેટલું ચાળે છે !?
તારી બિલ્લોરી આંખોની આરપાર તેને વિંધે છે...!

શબ્દોનાં તળીયે વારેવારે ડુબકી લગાવે છે,શબ્દોમાં તું બહુ તરે છે,
પણ અંતે તું શું કાયમ મોતી પામે છે??

શબ્દો પડ્યા મો'એથી તે તું ઝીલીઝીલીને ને ડુંગરો બનાવે છે !
શબ્દોની મિઠાસને મારીને તેને ઝીણીઝીણી વાટીને જાણે તીખી બનાવે છે !!

શબ્દો તો ગુલાબ ને જાણે ગુલાબ જળ છે,તેની ભીનાશ અનુપમ છે !
ને તું ખુશ્બુ ની બદલે કાંટા લે છે !!

શબ્દોનાં ઝુલા પર ઝુલતી હું તો આભની અટારીએ ઝુલું,
ને તું ઝુલવાને બદલે તેમા કેમ ફંગોળાય છે??
**બ્રિન્દા**

1 comment:

  1. શબ્દોને તું કાંતે છે...! શબ્દોને તું કેટલું ચાળે છે !?

    સરસ

    ReplyDelete