Sunday, July 11, 2010

તસ્વીર ને જોઈને તને શું વળશે?
એ સ્પંદન તને ક્યાંથી મળશે?
રુબરુ હું ને તું, એ ખળખળ વહેતી ધારા!!
કચકડાંની પટ્ટીને વળી વહેણ ક્યાં મળે?
આમને સામને તો રોજે જ ફેલાતું રોમાંચીત રોમ !!
સુવાળાં ચિત્રને વળી એ પ્રેમ ક્યાં મળે??
આંખનું આંખથી ધેરાતુંએ ગુલાબી ધુમ્મસ,
રંગીન ચિત્રપટ્ટીને વળી એ ભીનાશ ક્યાં મળે??
ટેરવાંનાં એ" સ્પર્શથી મચતો એ ખળભળાટ,
તસ્વીરનાં ઠંડા કાગળને તારા ટેરવાં, એ સ્પર્શ શું આપે?
*બ્રિંદા*

2 comments:

  1. રુબરુ હું ને તું, એ ખળખળ વહેતી ધારા!!
    કચકડાંની પટ્ટીને વળી વહેણ ક્યાં મળે?

    aa line gami..

    ReplyDelete
  2. આંખનું આંખથી ધેરાતુંએ ગુલાબી ધુમ્મસ,
    રંગીન ચિત્રપટ્ટીને વળી એ ભીનાશ ક્યાં મળે??

    ReplyDelete