Wednesday, August 18, 2010

ઍક સાંજ તારે ને મારે નામ કર તું અમસ્તીજ,
માંગીતી મે જે હરદમ મારા હર દમથી બસ એમજ,

તું પણ એજ હોઇશ ને, તારી પાસે હું પણ એજ,
પણ સાંજનાં સોનેરી તડકામાં આપણે ઢળશું સહેજ,

તું મને કહેજે વાતો કારણ વગરની ખૂબ જ,
ને હું પણ તારામાં ભળીશ જાણે સાંજ ભળે રાતમાં એમ જ,

ઘરનાં આગળના વ્હાલનાં દરિયામાં એમ પણ હશે જ,
પાર વગરનાં લાગણીનાં માછલાં સાચ્ચે જ,

નહીંતર તું ને હું નહાઈએ ક્યાંથી ઉછળતાં મોજામાં એમ જ,
એક સાંજ તું આપ મને આજ મારે નામ સાચે સાચ જ!!

**બ્રિંદા**

1 comment:

  1. નહીંતર તું ને હું નહાઈએ ક્યાંથી ઉછળતાં મોજામાં એમ જ,
    એક સાંજ તું આપ મને આજ મારે નામ સાચે સાચ જ!!

    વાહ! કેવી સરસ વાત?

    અને


    તું મને કહેજે વાતો કારણ વગરની ખૂબ જ,
    ને હું પણ તારામાં ભળીશ જાણે સાંજ ભળે રાતમાં એમ જ,

    અહિયા કરણ વગર ની વાત કેવી સહજ ! નવા પ્રેમી ઓ ની વાતો કારણ હોય કાઈ?
    ખરેખર અર્થ સભર અને આડંબર અને આલંકારિક શબ્દો વગર સરસ વાત!

    ReplyDelete