Tuesday, December 4, 2012

કિનારે ઉભેલું એક નામ ,
ખળખળ વહેતી નદીમાં ,
પગલા પાડી ને ઉભેલું એક નામ .

અસ્પૃશ્ય છે તમામ સંબંધોથી ,
ખળખળ વહેતા જળમાં ,
મુળિયા ફેલાવી ઉન્નત ઉભેલું એક નામ .

કિનારે આખા આકાશ ને ખભે લઇ ,
ઉભેલું , એકલું અટુલું  નામ ,
તોયે નદી ને આપતું આકાશી છાંવ .

કિનારે ઉભેલું એક નાનકડું નામ ,
નદી ને શું ? ............. તેને તો વહેવું છે .
નામ ને શું ? .............તેને તો  તરવું / સહેવું  છે .

કિનારે  ઉભેલું નામ,
નદી ને જ પૂછે છે , નદી નું આજે  નામ.!!!
**બ્રિન્દા**

No comments:

Post a Comment