Monday, October 11, 2010

માત્ર વચનને ખાતર મળવાનું તું ન રાખ,

ન મળવુ , ને ઝુરવું,
ને તને ગમતા ખયાલોમાં ખોવાવું,
તે તો તારા ગમતો વિષય છે............

પણ જ્યારે તને એમ થાય કે,
નહી મળે તો કદાચ તું ઝુરી ઝુરી ને મરી જઈશ,
એમ થાય તોજ મળવાનું રાખ!

ન સુવુ, ને ન જાગવું,
યાદો નાં ને રાતો નાં સપના માં સુઈ જવું,
ને પછી અનોખા ઉજાગરાનાં સંતાપમાં ફરી સુઈ જવું,
તે તો તારો ગમતો વિષય છે..........

પણ જ્યારે તું ઉઠે ને,
મારી યાદોનાં જાળાં તને વીંટળાયેલા લાગે,
એમ થાય તો જ મળવા નું રાખ !

ન આવવું ને ન ક્યાંય જાવું !
ને આંખનાં, ગાલનાં, હ્રદયનાં, યાદોનાં,
મધુરા સ્મરણોમાં વહીને લોહીલુહાણ થવું,
એ તો તારો ગમતો વિષય છે...........

પણ તેજ સ્મરણો જ્યારે,
રાતે તને ફરી સુવા ના દે,ને સવારે જાગવા ના દે,
ઍમ થાય ત્યારે જ મળવાનું રાખ , નહિં?

માત્ર!!!
હું તો એમ જ તને કહીશ અને કહેતી રહીશ....
તું આવ, એક વાર આવ!!!

**બ્રિંદા**

No comments:

Post a Comment