Thursday, March 22, 2012

અરે, જો, લહેરોમાં આંખો તરે,
ચારે બાજું, એક જ વહેણસમ તરે,
ભાવ ભરેલી ને રંગ રંગ ઉડાડતી,
કોઈ કૌતુક ભરી ને કોઈ રહસ્યમયી તરે !!

એમ તો જગ બદનામ છે બોલી થી ભલે,
પણ આંખોની બોલીના ઉકેલ્યા ક્યાં ભેદ છે !!
ને આ આંખો તો ચકચકિત -પારદર્શક તરે
સપના ભરી ને સચ્ચાઈ ભરી ને,
ભારેખમ મૌન લઈ નેબોલકી આંખો કેવી તરે !!

તારા મારા જીવનની છે જૂજ પળો,
ને,દર પળે રંગ બદલે ને તરવાની ગતી બદલીને તરે!
આંખો પણ ક્યારેક ટુના તો ક્યારેક શાર્ક બની ને તરે,
લહેરો માં વિંટળાય ને તરે , ક્યારેક પોતે તરીને ને બિજાને ડુબાડે
અરે, આ આંખો ક્યારેક પોતાના જ પાણીમાં અનરાધાર ડૂબે !!
આ આંખો પણ................!!
**બ્રિંદા**

No comments:

Post a Comment