Monday, May 7, 2012

એય , જો,
એ કેવું ?,
મને પથ્થર, માટી ને કંકર ગમે,
તેનો ખણકતો અણમોલ રણકાર ગમે,

પથ્થર ને પથ્થર ટકરાય ને સાચો રણકાર તો નીકળે,
દિલ ને દિલ ટકરાય તો રણકારના પડઘાઓ ક્યાં ક્યારેય શમે?
માટીમાં તો કેવી અનાયાસ કુંપળૉ ફુટે,
લાગણીઓ ને તો શું ખબર ક્યારે પાંખો ફુટી નીકળે!!

પથ્થર તુટ્યે પથ્થર જ મળે
દિલ ના તુટ્યે શું ખબર ખુનખરાબી યે નીકળે,
માનવીના મનની શું ખબર બારોબાર કેટલાય સોદા કરે !
અરે, મને શું ખબર કે માટીની મહેક મને કેમ ગમે !!

માટી ને ઘડી ને રુડા ઘાટ તો મળે,
પથ્થર ને ટીપી ટીપી ને મનભાવન છબી તો મળે,
ને માનવી તો બીજાને ટપી ટપી ને ટપી જાય,
ને છેલ્લે ઘાટ  ઘૂટ વગર  સિધાવે!

અરે , મને માટીની સુંગંધ બહું  ગમે,
વરસોનાં વરસાદ પછી એક જ સરખી એ મને વળગે,
પથ્થર ની મુર્તિ બનાવી ને તેમાં મેં પ્રાણ ધાર્યા,
કિંન્તુ,માનવ પ્રાણ માં અનાયાસ પથ્થર પામ્યા.!!

**બ્રિંદા**

No comments:

Post a Comment