Tuesday, January 1, 2013

**આમ  તો  આરામ  ખુરશીમાં કે
પલંગ માં આડા પડીને વાંચતા ,
તારી રાહ જોઉં એમ બને ,
ને ગુહકાર્ય જાદુ થી થતું એવું પણ લાગે,
એમ જ જાદુ થી ક્યારેક તને જડું તો મને કહેજે !

મારા અવળચંડા મગજમાં ઉઠતા સવાલોના
ઘેઘુર ઝાડ ને શબ્દોના
"ફૂલ ને પાંદડા " રૂપે  ખંખેરતા ,
સફેદ કાગળ ઉપર જવલ્લે જ ઝીલું એવું બને ,
તેજ શુભ્ર રોજનીશી માં ઘેઘુર ઊંઘેલી તને
"હું " મળું તો મને કહેજે !!

આસમાન ના આસમાની રંગોને પહેરતા ને
તારાઓ ને તાજ રૂપે વાળમાં સજાવતા ,
સપનાને  ક્યારેક સૃષ્ટિ રૂપ આપું એવું  બને ,
તારા સપનાની વાટે તને ઓચિંતી
"હું " મળું તો મને કહેજે !!

એય , જરા જો ને ,
તને જડું તો કહેજે ,
જરા ,આડે હાથે મુકાઈ ગઈ છું ,
"હું " મળું તો મને કહેજે !!!!!
**બ્રિન્દા **

No comments:

Post a Comment