Saturday, January 5, 2013

ચિત્કાર એટલે ,
જે ક્યારે ય હોઠ ની સીમા ઓળંગતો નથી ,
જે કહેવાતા " મન " માંથી પ્રસવ પામે છે .

પ્રથમ પ્રેમ ના વિરહ  નો ,
પ્રથમ તસોતસ ચુંબન નો ,
કે પ્રથમ સામીપ્ય નો ,
કે પ્રથમ પ્રસવ  પીડા નો
કે મૃત્યુ ની સીમા પર ઉભા રહી ને
કરેલો ચિત્કાર !!

એ દર્દ ની અંતિમ સીમા છે ,
જે ક્યારેય સીમા તોડતું નથી ,
જે અસીમ છે ,
જે અજેય છે ,
જે  અભેદ છે ,
એ ચિત્કાર છે .

જે શારીરિક -માનસિક
દરેક સીમાડા તોડે છે ,
બાહ્ય દુનિયા શાંત રાખી ,
અન્તર ને પ્રજ્જવલિત કરે ,
જીવન ને દૈદીપ્યમાન કરે ,
એ આત્મજ્યોતિ ચિત્કાર છે .
**બ્રિન્દા **

No comments:

Post a Comment