એવું તું મને શું પુછે રોજ્જે?
કે, એજ પ્રશ્ન હું મને જ પુછું રોજ્જે?
જાણે મારી આંખમાં વાંચે,
પ્રશ્નો નાં જવાબો તું છાપાની જેમ રોજ્જે !!
અને વળી હસીને તું કહે,
કે જવાબ દેવાની ,ખબર હોય, તો યે જરુર નથી સહેજ્જે !!
એવું તે શું કે મળવું કે ના મળવું
તો પણ જાણે એક્મેક ને જાણતા રહેવું ને માણતા રહેવુ સહેજ્જે !!
જાણે ધેરો બનતો વિશ્વાસનો પ્રાસ,
ને બોલ્યા વિના જ થતો તારો પ્રતિસાદ રોજ્જે !!
એવું તે શું કે એક અમથી નજરથી જ સહેજ્જે,
કે મારી દુનિયા નું અંતિમ બિંદુ તું બને છે રોજ્જે!
**બ્રિંદા*
No comments:
Post a Comment