Friday, December 17, 2010

આભાસી લાગણી?

પરપોટા સ્ફુરે મને કેવા લાગણી નાં,
મારી ચારે તરફ રમે ને ઉડે ......તારી લાગણીનાં!

પરપોટા મેઘધનુષી રંગોનાં,
મારી સામે લહેરાય ને વિંટળાય .....તારી છબીનાં!

પરપોટામાં જોયું તો દેખાય તું તેમા,
મારી સામે હોવા છત્તાં , તું પુરાય......તારી જ છબીમાં!

પરપોટામાં પુરાય ને તું હરખાય શેમાં?
મારી સામે હ્રદય તો ખોલ, પણ તું તો બંધાય....તારી જ જીદમાં!

તું ને હું પરપોટા થઈને ઊડી જાશું કાયમ હવામાં,
મારી સામે અભેદ બને,પણ તું..........તારી જ ભ્રમણામાં!

પરપોટા સમ લાગણી જાણૅ હળવીફુલ હવામાં,
તું મારી સાથે જમીન પર રહે, પરંતુ કેમ ઉડે .....તારા જ આકાશ માં?????
**બ્રિંદા**

No comments:

Post a Comment