Monday, April 2, 2012

I learn:

એય , તને ખબર છે?
સ્પષ્ટ જોવું એટલે શું?
મારા ચશ્માનાં કાચમાંથી
આરપાર જોવું...કે...
કેમેરાનાં લેન્સની આરપાર જોવું?

ના રે....,
સ્પષ્ટ એટલે જે લખાયેલું નથી ને,
... જે વંચાતું પણ નથી ને,
બોલાતું પણ નથી ને,
મૌન પણ નથી....!

તો ક્યારેક,
આંખે થી ફુટતું હસવું ને,
હૈયે થી ઘૂટાતું સમણૂં ને,
કાયમ.....
તને ને મને જે સ્પષ્ટ જોવાય,
ને તે કાયમ સાથે જીવાય,
તેટલું સ્પષ્ટ જોવું....

સતત ધબકતા ધબકાર જેવું ને,
વરસાદ પછીનાં તડકા જેવું,કોરું-કટ્ટ,
તે સ્પષ્ટ છે,
જ્યારે બધા આડંબરના પડળૉ સરી પડે ને,
સરળતા થી જોવું ,
તે સ્પષ્ટ છે !
**બ્રિંદા**

No comments:

Post a Comment