Friday, September 21, 2012

મૃત્યુ એટલે સરળ થવું ......!

એક વાર " આંખ મીચી " ને તારા મય થવું ,
નાં કોઈ ચર્ચા ને કોઈ વિવાદ ..........,,
માત્ર એક જ મત પર સમર્પિત થવું .

કદાચ જ પાછા વળાય
એવા વળાંક ઉપર મંઝીલ નું થવું !
અહા! મૃત્યુ એટલે સંપૂર્ણ થવું .

જો કદી પાછા મળે ઉપર એજ ચહેરાઓ કવચિત ,
તોયે એટલા જ પરિચિત રહેવું !!
એટલે જ મૃત્યુ એટલે સરળ થવું .

તારા ને મારા નો ભેદ ક્યાં છે મૃત્યુ માં ?
મર્યા પછી બધા ને "અમર " થવું ,
કઈ કર્યા વગર બસ, અમર થવું એટલે મૃત્યુ થવું .

મૃત્યુ પછી " બહુ જ સારું કરી ને ગયા "
એમ કહેવાય એવું અટપટું જીવવું !
તો યે મૃત્યુ એટલે આખરે "એક " થવું .
**બ્રિન્દા **

No comments:

Post a Comment