તાપી એ મને પૂછ્યું ::
" ખળ ખળ વહેવું એટલે શું ?
બંને કિનારા ને અડી ને છલ્લોછલ્લ વહેવું એટલે શું ?
શાંત ને મધ્ધમ વહેણ થી કિનારા પર ચાસ પાડવા એટલે શું ?
ને છતાં આખા આકાશ નું પ્રતિબિંબ દિલ માં સતત જીલવું એટલે શું ?
ને આભનાં અસંખ્ય તૃપ્ત અતૃપ્ત બિંદુ ઓ ને , ખુલ્લી છાતીએ જીલવા સધસ્નાતા થવું એટલે શું ?
ચો-દિશ ની અકળ-વિકલ હવાઓ માં પણ અવિચલિત રહેવું એટલે શું ?
જળ - ના - ઉદર માં અસંખ્ય હલચલ પછી યે મોતી ને જન્મ આપવો એટલે શું ?
બંધ નાં બંધનો ને પણ અવગણીને અંતે સાગર મિલન કરવું એટલે શું ?
વીસે- આંગળે થી ઝરણ વહાવી ને, હૃદય નાં પ્રેમ ને સતત સીંચવો એટલે શું ?
સતત વહેતું રહી ને - વહેતું કરી ને , સ્ત્રી -ત્વ ને જાળવી રાખવું એટલે શું ?
તને એ ખબર છે કે " તાપી " થવું એટલે શું ?
**બ્રિન્દા **

No comments:
Post a Comment