Monday, August 13, 2012

તારા ને મારા મળવાની તારીખો, ને વાર શું ગણવાનાં?
તેમા હું ક્યાક તારિખીયુ ન બની જાવ,, એય.!!

વાર ચોધડીયાં મળ્યા હશે ને ગુંણાંક મેળવ્યા હશે શિવજી એ,
તેમાં જ તો હું ને તું મળ્યા ને હળ્યા હશે,

પહેલા તું ને પછી હું એવું કઈ નહીં,એક ની બોલી એ બિજા ને જિત્યા હશે..
તેમાં  જ તો તું ને હું સાથે તવારીખ બન્યા હશે.

જો જો, આ મધ્યાંન નો સુરજ પણ હસે, કે કેવા તડકામા દોડયા છે,
તેમા જ તો પરસેવા માં પણ તુષ્ણા પામ્યા હશે,

બસ, બસ તું હવે હિસાબના કર, મૌન ની ભાષાનાં શબ્દકોષ ક્યાં શોધાયા કે શોધાશે?
તેમાંજ તો  મૌન બની ને તું ને હું હાથ પરોવી મરજીવા બન્યા હશે.

તારી તારીખ...તારીખ.!
**બ્રિંદા**

No comments:

Post a Comment