Monday, August 6, 2012

સખીરી,
આજ મે તો શબ્દો જ ચિતરી નાખ્યા આખા આભમાં,
મોકળાશના મોંભમાં તોરણ તારા નામ નાં બાંધ્યાં,
રામ નામે પથ્થરો તરે , ને તારા નામે શબ્દો તરે ,
જો ને, ક્યાંક ઉત્તરમાં , તો ક્યાંક દક્ષિણમાં વહાવ્યા આભમાં !

ઓ સખીરી,
લાગણીના ખેતરોમાં ઉમળકા લણવા ગયા આજે,
ને તે ફુલો ડાળી એ થી હળવે ઊતાર્યા ,
ને સાજન નાં શબ્દો કોમળ કોમળ ચીતર્યા કે શું કહું,
પ્રભાતનાં પહેલા સ્વપ્ન સા કેસરિયા ચીતર્યા....

મારી સખીરી,
રખેવાળ ને ખેતપાળ નું શું જાય એમાં તો,
જો ને મારા હૈયાનાં ઓજસ ભર્યા,
ને કાંપતે હાથે સ્પંદન નાં કોતરકામ એમા કર્યા,
ને આખરે મેં શબ્દો નાં ચિત્રો ઢોળ્યાં ચો-દિશ માં !

સખીરી,પામાર જણ શું જાણે,તે પ્રેમ ની ફોરમ સા પાથર્યા,
ક્યાંક અહીં, ને ક્યાંક તહીં,
**બ્રિંદા**

No comments:

Post a Comment